અહીં અમે તમને બિઝનેસ આઈડિયા વિશે જાણકારી આપી રહ્યા છીએ. જેમાં તમે ઓછું (low investment business ideas) રોકાણ કરીને તમારી સ્કિલની મદદથી રૂ. 1 લાખ સુધીની કમાણી કરી શકો છો. તમે રૂ. 1 લાખનું રોકાણ કરીને બેસ્ટ સ્ટાર્ટઅપ (best startup ideas) શરૂ કરી શકો છો. આ એક યૂનિક અને ન્યૂ સ્ટાર્ટઅપ આઈડિયા છે, જેનાથી તમે કમાણીની સાથે સાથે સમ્માન પણ મેળવી શકો છો.
લોકોની મુશ્કેલી શું છે? - ઈન્ટરનેટથી થયેલ ક્રાંતિથી વિશ્વમાં અનેક બદલાવ થઈ રહ્યા છે. હાલનો યુગ ઓનલાઈન યુગ છે. વિશ્વમાં અનેક ઓનલાઈન ઓપોર્ચ્યુનિટી રહેલી છે. યોગ્ય પ્રકારે જોવામાં આવે તો વિશ્વને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ઘણા લોકો આ ઓનલાઈન ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈ રહ્યા છે, તો બીજી તરફ જે લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ છે અને કોઈપણ પ્રકારનું જ્ઞાન નથી, તે લોકો આ ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈ શકતા નથી. આ પ્રકારના લોકો ઓપોર્ચ્યુનિટીનો લાભ મેળવવા માંગે છે, પરંતુ જો કોઈ તેમની સાથે હોય તો જ તેઓ આગળ વધી શકે છે.
આ બિઝનેસ શરૂ કરીને લોકોની મુશ્કેલીનું નિવારણ લાવો- ખાનગી ક્ષેત્ર મોટી સંખ્યામાં વ્યક્તિઓને રોજગાર આપે છે. અનેક લોકો પાસે સ્કિલ ન હોવાને કારણે તેઓ કામ મેળવવા માટે પરેશાન થઈ રહ્યા છે. જો આ પ્રકારની વ્યક્તિઓને એક્સેલ, ડેટા સાયન્સ, સાઈબર સિક્યોરિટી, પાવર પોઈન્ટ, ફોટો એડિટિંગ, વિડીયો એડિટીંગ, ટેલી એકાઉન્ટીંગ અને આ પ્રકારના વિષયો વિશે ભણાવવામાં આવે તો તે લોકો માટે રોજગારી ઊભી કરી શકાય છે. તે લોકો સરળતાથી કામ મેળવી શકે છે. જે લોકો પાસે પહેલેથી જ ઓછું કામ છે, તેમને આગળ વધવાની તક પ્રાપ્ત થશે.
અનેક મોટી કંપનીઓ છે, જેમણે અનેક પ્રકારના ઓનલાઈન સર્ટીફિકેટ કોર્સ લોન્ચ કર્યા છે. આ પ્રકારના કોર્સ વિશે લોકોને જાણકારી નથી. તમારે લોકોને આ પ્રકારના કોર્સ વિશે જાણકારી આપવાની છે. તમે ટેકનિકલ ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુટ શરૂ કરી શકો છો. આ ઈન્સ્ટિટ્યુટમાં રૂ. 1 લાખનું રોકાણ કરીને એક રૂમમાં આ સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો. તમારે ટેબલ, ચેયર અને વાઈટ બોર્ડ લગાવવાનું રહેશે. લોકો લેપટોપ પોતાની સાથે જ લઈને આવશે.
બિઝનેસ આઈડિયા- આ ઈન્સ્ટિટ્યુટમાં તમારે ફ્રી સર્ટીફિકેટ કોર્સમાં લોગોનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. લોકોને કોર્સની સાથે જ સ્ટડી મટીરિયલ આપવામાં આવશે. તમારે લોકોને સરળ ભાષામાં આ કોર્સ વિશે જાણકારી આપવાની છે અને પરીક્ષા અપાડવાની છે, જેનાથી તેમને સર્ટીફિકેટ મળી જશે. તમે રૂમની ક્ષમતા અનુસાર અલગ અલગ બેચ શરૂ કરી શકો છો.