જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારે રિટાયરમેન્ટ પ્લાનની તૈયારી કરવી જોઈએ. રિટાયરમેન્ટ પછી તમે કરોડો રૂપિયા ભેગા કરી શકો છો. તેના માટે તમારે થોડું રિસ્ક લેવું પડશે અને તમે ઘરબેઠા તે કરી શકશો. તેના માટેનો શ્રેષ્ઠ ઓપ્શન મ્યુચ્યુઅલ ફંડને માનવામાં આવે છે. જેમાં લાંબાગાળે તમારું ફંડ 10 ગણું વધી શકે છે.
વ્યાજથી થશે કમાણી: ધારોકે તમે 20 વર્ષની ઉંમરે રોકાણ શરુ કર્યું. જો તમે 25 વર્ષ સુધી દર મહિને 6000નું રોકાણ કરો છો અને જો એવરેજ રિટર્ન 12% મળે તો 45 વર્ષની ઉંમરે 1 કરોડથી વધુનું નાણું જમા થઇ જશે. SIP કેલ્ક્યુલેટર મુજબ 25 વર્ષમાં કુલ 1,13,85,811 રૂપિયા મળશે. જેમાં તમારું કુલ રોકાણ 18 લાખ હશે. આ સિવાય 95,85,811 જેટલી મોટી રકમ વ્યાજ રૂપે મળશે.