રૂમના ભાડામાં 50% સુધીનો વધારો- આઈટીસી નર્મદાના જીએમ કીનન મેકેન્ઝી કહે છે, “આઈપીએલની ઓપનિંગ સેરેમની અને ફાઈનલ અમદાવાદમાં રમાઈ રહી હોવાથી આ ક્વાર્ટર હોટલ ઉદ્યોગ માટે ઉત્તમ રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ અમદાવાદની અમારી ITC નર્મદા હોટેલમાં રોકાઈ છે. ઘણા લોકો ફાઇનલ મેચ માટે હોટલમાં ક્રિકેટરોને જોવાની અપેક્ષા રાખે છે. આ માટે રૂમ પણ બુક કરવામાં આવ્યા છે. દેશભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદમાં એકઠા થયા છે, હોટેલમાં રૂમના દર સામાન્ય દિવસો કરતા 50% વધારે છે, હાલ કોઈ રૂમ ખાલી નથી."
IPL થકી આ વર્ષે હોટેલ્સ નફામાં- અમદાવાદમાં સેમી ફાઈનલ અને ફાઈનલ સહિત 10 આઈપીએલ મેચ રમાઈ છે. અમદાવાદમાં ઉનાળામાં તાપમાન 40-45 ડિગ્રી રહે છે અને હોટલો મોટાભાગે ખાલી રહે છે, પરંતુ IPLના કારણે હોટેલ ઉદ્યોગની ચાંદી થઇ ગઈ છે. અમદાવાદ ગાંધીનગરમાં કુલ 18 ફાઇવ સ્ટાર, 16 ફોર સ્ટાર અને 100 થ્રી સ્ટાર હોટલ છે જે છેલ્લા એક મહિના માટે 75% અને છેલ્લા એક અઠવાડિયા માટે 100% બુક થયેલી છે.