નવી દિલ્હીઃ ચાંદીના ભાવમાં આજે તેજી (Silver price jumps today) જોવા મળી છે. ચાંદદી 43 રૂપિયાની તેજીની (Silver price increased) સાથે ખુલી અને કારોબારના અડધા કલાકની અંદર તેમાં 50 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં તેનો ભાવ 77 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો હતો. ઉચ્ચતમ સ્તરથી તે હવે 15 હજાર રૂપિયા સસ્તી થઈ ચૂકી છે. તે હાલમાં 62-63 હજાર રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુરૂવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની ચમક ધૂંધળી પડી ગઈ. સોનું 95 રૂપિયા ઘટાડાની સાથે 51,405 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું. ગત સત્રમાં તેનો બંધ ભાવ 51,500 રૂપિયા હતો. ચાંદી પણ 504 રૂપિયાના ઘટાડાની સાથે 63,425 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર આવી ગયો. ગત સત્રમાં તેનો બંધ ભાવ 63,929 રૂપિયા હતો. (પ્રતીકાત્મક તસવીર)
ચાંદીના ભાવમાં ઘટાડો - MCX પર આજે 4 ડિસેમ્બર ડિલીવરીવાળી ચાંદી 43 રૂપિયાના ઘટાડાની સાથે 62658 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે ખુલી. ગુરૂવારે તે 62615ના સ્તર પર બંધ થઈ હતી. સવારના 9:55 વાગ્યાથી કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. હાલમાં તે 55 રૂપિયા ઘટાડાની સાથે 62560 પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડ કરી રહી હતી. હજુ સુધી તેમાં 730 લૉટનો કારોબાર થયો છે. (પ્રતીકાત્મક તસવીર)
ઇન્ટરનેશનલ માર્કેટમાં તેજી - ઇન્ટરનેશનલ માર્કેટમાંમાં ચાંદીમાં હાલ સામાન્ય તેજી જોવા મળી રહી છે. ઇન્વેસ્ટિંગ ડોટ કોમની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા મુજબ સવારે 10 વાગ્યે 20 ડિસેમ્બરે ડિલીવરીવાળી ચાંદી હાલમાં 0.024 ડૉલરની તેજી સાથે 24.73 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર કરી રહી હતી. ગુરૂવારે તે ઘટાડાની સાથે 24.70 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર બંધ થઈ હતી. (પ્રતીકાત્મક તસવીર)
રૂપિયામાં તેજી, ક્રૂડ ઓઇલ સસ્તું - સવારે 10 વાગ્યે સેન્સેક્સ 172 પોઇન્ટની તેજી સાથે 40731ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. હાલમાં રૂપિયામાં તેજી જોવા મળી રહી છે. હાલ રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે 73.63 રૂપિયા પ્રતિ ડૉલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. MCX પર હાલમાં ક્રૂડ ઓઇલ ઘટાડાની સાથે ટ્રેડ કરી રહ્યો છે. 19 નવેમ્બરની ડિલીવરીવાળું ક્રૂડ ઓઇલ 5 રૂપિયા ઘટાડાની સાથે 2993 રૂપિયા પ્રતિ બૈરલના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. અત્યાર સુધી તેમાં 1129 લૉટનો કારોબાર થયો છે. (પ્રતીકાત્મક તસવીર)