વોલેટિલિટી ઇન્ડેક્સ ઇન્ડિયા વીઆઇએક્સ (VIX) હજુ પણ 14ની સપાટીથી નીચે છે, પરંતુ બજેટ પહેલાં તેમાં તેજી આવે તેવી શક્યતા છે. રેન્જ ઘટી રહી છે, પરંતુ બજાર લાંબા સમય સુધી રેન્જમાં રહી શકતું નથી અને આપણે આગામી દિવસોમાં બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉનની અપેક્ષા રાખી શકીએ છીએ, જેમાં બજેટ એક મુખ્ય પરીબળ હશે. અપસાઇડમાં નિફ્ટી (Nifty) 18,250ની સપાટીએ પહોંચે તો 18,500 અને 18650 એ પછીના ટાર્ગેટ લેવલ રહેશે. ડાઉનસાઇડ પર ઇન્ડેક્સ 17,950ના સ્તરની નીચે સરકી જાય તો 17,750એ સારું સપોર્ટ લેવલ છે. બેન્ક નિફ્ટી પણ રેન્જબાઉન્ડ ટ્રેડ કરી રહી છે, જ્યાં 43,000 તાત્કાલિક સાયકોલોજીકલ અવરોધ છે અને 43,500 અને 44,000 એ આગામી ટાર્ગેટ સ્તર છે. નુકસાનની વાત કરીએ તો 42,600નો 20-ડીએમએ તાત્કાલિક સપોર્ટ લેવલ છે અને 42,000-41,725 એ આગામી સપોર્ટ ઝોન છે.
ઊંચી સમયમર્યાદામાં બુલિશ ફ્લેગ ફોર્મેશનનું બ્રેકઆઉટ હોય છે, જે આ કાઉન્ટરમાં વધુ સંભવિત અપસાઇડ સૂચવે છે. મોમેન્ટમ ઈન્ડિકેટર આરએસઆઇ (Relative Strength Index) પોઝિટિવ બાયસ સાથે 50ની સપાટીની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે એમએસીડી (moving average convergence divergence) સેન્ટરલાઇન ક્રોસઓવર જોવા મળી રહ્યું છે.