આમ પણ બજેટના એક દિવસ પછી એટલે કે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ગઈકાલે શુક્રવારે 3 ફેબ્રુઆરીના દિવસે બજાર ભારે મોટા ઉછાળા સાથે ભાગ્યુ હતું. બજેટના દિવસે માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ હતો પરંતુ ત્યાર બાદ બજારને બજેટ ધીરે ધીરે પસંદ પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને માર્કેટ આ સપ્તાહના તેના છેલ્લા કોરાબારી દિવસમાં 910 અંક ઉછળીને બંધ થયું હતું.
1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) દ્વારા બજેટ (Union Budget 2023) રજૂ કર્યા બાદ બજાર (Budget Effect on Stock Market)માં સારી રેલી જોવા મળી અને નિફ્ટી (NIFTY) 18000ના તેના સાયકોલોજીકલ લેવલની ઘણો નજીક પહોંચી ગયો હતો. ગતરોજ આવેલા બજેટમાં સરકારી મૂડી ખર્ચને 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવા, નોકરીયાત કરદાતાઓને રાહત, રૂરલ ઇકોનોમીને પુશ કરવી અને કેપિટલ ગેન ટેક્સ સાથે કોઇ છેડ-છાડ ન કરવા જેવા મહત્વના નિર્ણયો બજારમાં સકારાત્મક સાબિત થયા. પરંતુ નેગેટિવ ખબરોના કારણે અદાણી ગ્રુપના શેરો (Adani Group Stocks)માં આવેલી વેચવાલી, લાઇફ ઇન્સ્યોરન્સ અને અમુક બેંકિંગ શેરોમાં આવેલ દબાણના કારણે અંતિમ કારોબારી કલાકોમાં બજાર ઉપરથી લગભગ 300 અંક નીચે આવી ગયું હતું.
જોકે બીજા દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુના વધારા સાથે બંધ થવામાં સફળ થયા છે. શુક્રવારના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ઈન્ફ્રા શેરોમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે એનર્જી, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 909.64 પોઈન્ટ એટલે કે 1.52 ટકાના વધારા સાથે 60,841.88 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 223.30 પોઈન્ટ એટલે કે 1.38 ટકાના વધારા સાથે 17,854.05 ના સ્તર પર બંધ થયો હતો.
આ દરમિયાન એંજલ વનના ઓશો કૃષ્ણ જણાવે છે કે, નિફ્ટીએ 17,500ના સ્તરથી કમબેક કર્યું છે જે આ સપોર્ટ લેવલની મજબૂતી દર્શાવે છે. નિફ્ટી માટે 17300 એટલે કે તેના 200 SMA પર આગામી મોટો સપોર્ટ છે. તો, ઉપરની તરફ તેના માટે 17800 પર પહેલું મોટું રેઝિસ્ટન્સ હતું જોકે બાજરે તે પાર કર્યું છે. જોકે બજારમાં આગળ વોલેટિલિટી જળવાઇ રહે તેવી આશા છે. ટ્રેડર્સને સલાહ છે કે તેઓ ઉપર આપેલ મહત્વના સ્તરો પર નજર જાળવી રાખે અને જ્યાં સુધી બજાર ટ્રેન્ડને સ્થિતિ સાફ ન થાય ત્યાં સુધી આક્રમક થઇને દાવ લગાવવાથી બચશો.
Religare Brokingના અજીત મિશ્રાના ટોપ પિક્સ: HCL ટેક્નોલોજીસ- બાય/ એલટીપી- રૂ. 1132/ એચસીએલ ટેકમાં 1050 રૂપિયાના સ્ટોપલોસ સાથે, 1270 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદો. આ સ્ટોકમાં 12 ટકા રીટર્ન મળી શકે છે. || મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા- બાય/ એલટીપી- રૂ.1352/ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1240 રૂપિયાના સ્ટોપલોસ સાથે, 1550 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ સ્ટોકમાં 15 ટકા રીટર્ન મળી શકે છે. || બંધન બેંક- સેલ/ એલટીપી- રૂ.237/ બંધન બેંકમાં 252 રૂપિયાના સ્ટોપલોસ સાથે 210 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાલી કરો. આ સ્ટોરમાં 11 ટકા રીટર્ન મળી શકે છે.
આશિકા સ્ટોક બ્રોકિંગના વિરાજ વ્યાસના ટોપ પિક્સ: આઇટીસી- બાય/ એલટીપી- રૂ.361/ આઇટીસીમાં 340 રૂપિયાના સ્ટોપલોસ સાથે 400 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ સ્ટોકમાં 11 ટકા રીટર્ન મળી શકે છે. || મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા- બાય/ એલટીપી- રૂ.1352/ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1270 રૂપિયાના સ્ટોપલોસ સાથે 1500 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ સ્ટોકમાં 11 ટકા રીટર્ન મળી શકે છે. || પોલીકેબ ઇન્ડિયા- બાય/ એલટીપી- રૂ. 2995/ પોલીકેબ ઇન્ડિયામાં 2820 રૂપિયાના સ્ટોપલોસ સાથે 3300 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ સ્ટોકમાં 10 ટકા રીટર્ન મળી શકે છે.
સ્ટોકબોક્સના રોહન શાહના ટોપ પિક્સ: અમારા રાજા બેટરીઝ- બાય/ એલટીપી- રૂ. 594/ અમારા રાજા બેટરીઝમાં 568 રૂપિયાના સ્ટોપલોસ સાથે 644 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ સ્ટોકમાં 8 ટકા રીટર્ન મળી શકે છે. || કાર્બોરન્ડમ યુનિવર્સલ- બાય/ એલટીપી- રૂ. 975/ કાર્બોરન્ડમ યુનીવર્સલમાં 937 રૂપિયાના સ્ટોપલોસ સાથે 1050 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ સ્ટોકમાં 8 ટકા રીટર્ન મળી શકે છે. || હિન્દુસ્તાન એરોનોટીક્સ- સેલ/ એલટીપી- રૂ. 2364/ હિન્દુસ્તાન એરોનોટિક્સમાં 2450 રૂપિયાના સ્ટોપલોસ સાથે 2200 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ સ્ટોકમાં 7 ટકા રીટર્ન મળી શકે છે.
વેન્તુરા સિક્યોરિટીઝીના ભારત ગાલાના ટોપ પિક્સ: જીએનએ એક્સેલ- બાય/ એલટીપી- રૂ. 798/ જીએનએ એક્સેલમાં 620 રૂપિયાના સ્ટોપલોસ સાથે 1200 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ સ્ટોકમાં 33 ટકા રીટર્ન મળી શકે છે. || કાબરા એક્સ્ટ્રૂઝન ટેકનિક- બાય/ એલટીપી- રૂ. 563/ કાબરા એક્સ્ટ્રૂઝન ટેક્નિકમાં 430 રૂપિયાના સ્ટોપલોસ સાથે 900 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ સ્ટોકમાં 60 ટકા રીટર્ન મળી શકે છે.