સર્વોટેક પાવર સિસ્ટમે જણાવ્યું છે કે, ઈન્ટરનેશનલ બિઝનેસ માર્કેટમાં વિસ્તારિત કરવામાં આવ્યો છે અને કોમપોર્ટ ડેવલપ કર્યો છે, જે એક સોલાર પર્ફોર્મન્સ મોનિટરીંગ ડિવાઈસ છે. કંપનીએ લી-આયન અને ટ્યૂબલર બેટરીના નિર્માતા ટેકબેકને શામેલ કર્યું છે. ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટ સહિત કોર્પોરેટ કાર્યોને લાગુ કરવાની સાથે ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું છે.
કંપનીનું પરિણામ કેવું રહ્યું? - નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ કંસોલિડેટેડના આધાર પર 83.27 કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું છે. નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં 41.41 કરોડ નેટ વેચાણ નોંધાયું હતું, જેના કરતા 101 ટકાથી વધુ નેટ વેચાણ નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં નોંધાયું છે.
નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 1.07 કરોડ રૂપિયા નોંધાયો, જ્યારે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નેટ પ્રોફિટમાં 261 ટકાનો વધારો થતા 3.87 કરોડ રૂપિયા નફો નોંધાયો છે. નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં સર્વોટેક પાવર સિસ્ટમની પ્રતિ શેર આવક રૂ. 0.58 હતી જે, વધીને ડિસેમ્બર 2022માં રૂ. 1.82 થઈ ગઈ છે.
શેરમાં 6 મહિનામાં 273 ટકાની વૃદ્ધિ- આ સ્ટોકે લાંબા ગાળાના રોકાણકારોની સાથે સાથે ટૂંકા ગાળાના રોકાણકારોને પણ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. છેલ્લા 1 મહિનામાં આ સ્ટોકમાં 40 ટકાની વૃદ્ધિ થઈ છે. છેલ્લા 6 મહિનાની વાત કરવામાં આવે તો આ શેરમાં 273 ટકાની તેજી આવી છે. છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોકે 779 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીએ તાજેતરમાં ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે, જેના કારણે ફરી એકવાર શેરમાર્કેટમાં હલચલ જોવા મળી રહી છે.
રોકાણકારોની રકમમાં 11 ગણો વધારો - આ સ્ટોકમાં જે પણ રોકાણકારોએ રોકણ કર્યું છે, તે રકમમાં છેલ્લા 15 મહિનામાં 9 ગણી વૃદ્ધિ થઈ છે. ઓક્ટોબર 2021માં સર્વોટેક કંપનીના એક શેરની કિંમત રૂ.19.05 હતી, જે હવે રૂ.221.60 થઈ ગઈ છે. જેનો અર્થ છે કે, રોકાણકારોના પૈસામાં 11.5 ગણો વધારો થયો છે. ઓક્ટોબર 2021માં આ સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો આ રકમ 11.5 લાખ રૂપિયા થઈ ગઈ હોત.