

નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી વધતાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની વચ્ચે દરેકની નજર હવે કોરોના વાયરસ (Corona Vaccine) પર ટકેલી છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેરને જોતાં કોરોના વેક્સીન ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ દરમિયાન હવે સારા સમાચાર એ છે કે ભારતમાં ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવિશીલ્ડ (Covishield)એ પોતાના ત્રીજા ચરણના ટ્રાયલનો સૌથો મોટો પડકાર પાર કરી દીધો છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવિશીલ્ડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ (Serum Institute of India) અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેરાત કરી છે કે ભારતમાં કોવિશીલ્ડની સૌથી કઠિન ચકાસણી પસાર થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ICMR કોરોના વેક્સીન કોવિશીલ્ડના ક્લિનિકલ ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરી રહી છે. કોવિશીલ્ડને અમેરિકાની નોવાવેક્સે વિકસિત કરી છે અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ તેને આગળ વધારવાનું કામ કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, પુણેની દવા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે આગામી વર્ષે જાન્યુઆરી મહિના સુધી કોરોના વેક્સીન આવી શકે છે. સાથોસાથ તેઓએ એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે વેક્સીનની કિંમત સામાન્ય લોકોની પહોંચમાં હશે. (પ્રતીકાત્મક તસવીર)


પહેલા અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિડ-19 વેક્સીન માટે ઇમરજન્સી લાઇસન્સ માટે અરજી કરી શકે છે જે યૂનાઇટેડ કિંગડમમાં ઓક્સફર્ડ-એસ્ટ્રજેનેકાના ઉમેદવારોના પરીક્ષણના પરિણામો પર આધારિત છે. (પ્રતીકાત્મક તસવીર)


વેક્સીન 100 કરોડ ડોઝ બનાવવાનો પ્રોજેક્ટ - સીરમ ઇન્સ્ટિટ્યૂટે પહેલા જ ઓક્સફર્ડના પ્રોજેક્ટમાં સંકલન કરેલું છે. જો ઓક્સફર્ડની વેક્સીન સફળ રહે છે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી નહીં આવે. આ કંપનીએ AstraZeneca નામની એ કંપનીની સાથે ટાઇ-અપ કર્યું છે જે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સીન તૈયાર કરી રહી છે. ઓક્સફર્ડનો પ્રોજેક્ટ સફળ જવાની સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વેક્સીનના 100 કરોડ ડોઝ તૈયાર કરશે. તેમાંથી 50 ટકા હિસ્સો ભારત માટે હશે અને 50 ટકા હિસ્સો ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે હશે. (પ્રતીકાત્મક તસવીર)