આવી રીતે જોડાઈ શકો છો- તમે એસબીઆઈની વેબસાઇટ www.sbi.auctiontiger.net પરથી ઈ- ઑક્શનમાં જઈ અને ભાગ લઈ શકો છો. બેન્ક ડિફોલ્ટરો પાસેથી નાણાની વસૂલાત કરવા માટે એસબીઆઈએ તેમની મલિકત વેચવા કાઢી છે. આ હરાજીની જાણકારી www.bankeauctions.com/sbi પરથી પણ મળી શકશે, જેમાં પ્રૉપર્ટી ક્યાં પ્રકારની છે તેની માહિતી આપવામાં આવી છે.
એપ્લિકેશન માટે જરૂરી- તમારે ઈ- ઑક્શનમાં ભાગ લેવો યો તો અગાઉથી ચોક્કસ રકમ જમા કરાવવી પડશે. તમારે જે પ્રોપર્ટી ખરીદવી હોય તેના વિસ્તારની એસબીઆઈની બ્રાન્ચમાં કેવાયસી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત તમારી ડિઝિટલ સિગ્નેચર પણ આવશ્યક છે. તમારે વેબસાઇટ પર લોગીન આઇડી અને પાસવર્ડ તૈયાર કરવાનો રહેશે.