જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં ગત 3 દિવસોમાં 45 જવાનો શહીદ થયા છે. જે વાતનો શોક હાલ ભારત દેશ મનાવી રહ્યો છે. સાથે જ બીજી તરફ લોકો શહીદોને આર્થિક સહાય કરવા માટે એક પછી એક આગળ આવી રહ્યા છે. ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આ સ્થિતિમાં મહત્વનું પગલું ભર્યું છે. બેંકે તેના અધિકૃત એકાઉન્ટથી ટ્વિટ કરીને જણાવ્યું છે કે કેવી રીતે તમે શહીદોને આર્થિક મદદ કરી શકો છો. તમે આ માટે ગૃહ મંત્રાલયની વેબસાઇટ Bharat ke Veer અને એપ દ્વારા આર્થિક સહાય મોકલી શકો છો.
એસબીઆઇ એ શહીદોના પરિવારને નાણાંકીય મદદ કરવા માટે એક નવો વિકલ્પ જોડ્યો છે. આ દ્વારા તમે શહીદોના પરિવારને આર્થિક રાશિ મોકલી શકો છો. આ માટે તમારે સીબીઆઇ દ્વારા જાહેર કરાયેલો યુપીઆઇ કોડ સ્કેન કરવો પડશે. તે પછી તે રાશિ સીધી ભારત કે વીર કોષમાં જશે. વધુ જાણવા અહીં ક્લિક કરો https://twitter.com/TheOfficialSBI
વધુમાં Paytm એપ દ્વારા પણ તમે શહીદોને આર્થિક સહાય કરી શકો છો. અહીં અન્ય વિકલ્પોની સાથે "Contribute CRPF Breavehearts" નામનું વિકલ્પ છે. તે પર ક્લિક કરતા તમારું નામ, પાન નંબર અને સહયોગમાં આપેલી રાશિ લખવાની રહેશે. તમે પિન કે પાસવર્ડ નાંખી પેમેન્ટ પ્રોસેસ પૂરી કરી શકો છો. સાથે જ My orders માં જઇને તમે ડોનેશનની રશીદ પણ ડાઉનલોડ કરી શકો છો.