દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક અનેક પ્રકારના એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે, જેમાં પૈસાની બચતની સાથે તેને વધારવાનો વિકલ્પ મળે છે. એસબીઆઈનું સેવિંગ પ્લસ એકાઉન્ટ પણ આવું જ એક એકાઉન્ટ છે, જે મલ્ટી ઓપ્શન ડિપોઝિટથી લિંક હોય છે. આમાં સરપ્લસ એમાઉન્ટ એક નક્કી સીમાથી વધારે હોવા પર જાતે જ ફિક્સ્ડ ડિપોઝિટમાં ટ્રાંસફર થઈ જાય છે. તો જોઈએ આ એકાઉન્ટની ખાસિયત.
કેટલું રાખી શકો છો મિનિમમ બેલેન્સ - આ એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ રાખવું જરૂરી છે. મેટ્રોમાં 3000 રૂપિયા, અર્બન એરિયામાં 3000 રૂપિયા, સેમી અર્બન એરિયામાં 2000 રૂપિયા અને રૂરલ વિસ્તારમાં 1000 રૂપિયા નક્કી રાખવામાં આવ્યા છે. સેવિંગ પ્લસ એકાઉન્ટમાં એસબીઆઈના બચત બેન્ક ખાતાના બરાબર જ વ્યાજ મળે છે.
કેટલી રકમ થશે ટ્રાંસફર - સેવિંગ્સ પ્લસ એકાઉન્ટમાં 25000 રૂપિયાથી ઉપરની રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં ટ્રાંસફર થઈ જાય છે, જે ન્યૂનત્તમ 10000 રૂપિયા હોય છે, અને આ 1000 રૂપિયાના મલ્ટીપલમાં હોય છે. આનો મતલબ કે, એ થયો કે, મલ્ટી ઓપ્શન ડિપોઝિટ એકાઉન્ટમાં ટ્રાંસફર માટે ન્યૂનત્તમ થ્રેસહોલ્ડ લિમિટ 35000 રૂપિયાની છે.