સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકો માટે મોટી ઓફર લઈને આવી છે. બેંક તેના ગ્રાહકોને મફતમાં પાંચ લીટર પેટ્રોલ ભરાવવાનો મોકો આપી રહી છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જો ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કોઈ પણ પેટ્રોલ પંપ પરથી BHIM એપના માધ્યથી ચૂકવણી કરે છે તો પાંચ લીટર પેટ્રોલ મફતમાં મળી શકે છે. જાણો આ ઓફરનો લાભ કેવી રીતે લઈ શકશો.