

ઘર ખરીદવા માટે લોકો સંપૂર્ણ રકમ લે છે. ત્યારબાદ તેમની પાસે નિવૃત્તિ પછી પણ ઘર ચલાવવા માટે પૈસા રહેતા નથી. આ સમસ્યા ખાસ કરીને તે લોકો માટે ઉભી થાય છે જેઓ ખાનગી નોકરી કરે છે અને તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે. આજે અમે તમને આવી યોજના વિશે જણાવી રહ્યા છીએ, તે જાણ્યા પછી, નિવૃત્તિ પછી ટેન્શન સમાપ્ત થઈ જશે. જો તમારું એસબીઆઇમાં ખાતું છે, તો નિવૃત્તિ પછી તમારા ઘરથી જ તમારા પેન્શનની વ્યવસ્થા થઇ જશે. જાણો કેવી રીતે એસબીઆઈ તમને પેન્શન આપશે.


નિવૃત્તિ પછી તમારું ઘર પણ દર મહિને પેન્શન હેઠળ એક નિયત રકમની વ્યવસ્થા કરી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ બેંક તમને દર મહિને મોર્ગેજ સ્કીમ હેઠળ નિયત રકમનો વિકલ્પ આપે છે. ચાલો જાણી કે આ યોજના શું છે અને તમે તેનો લાભ કેવી રીતે મેળવી શકો છો.


બેંકની રિવર્સ મોર્ગેજ યોજના 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને નિયમિત આવકનો વિકલ્પ આપે છે. આ માટે તેઓનું પોતાનું ઘર હોવું જોઈએ. આ યોજના હેઠળ બેંક ઘરના માલિક સામે એક નિશ્ચિત સમય માટે નિશ્ચિત રકમ આપે છે. આના બદલામાં રહેણાંક સંપત્તિ બેંક પાસે રહે છે.


આ યોજના હેઠળ માલિકે આ નાણાં બેંકમાં પરત કરવાના રહેશે નહીં. રહેણાંક સંપત્તિના મોર્ગેજ પર બેંક દર મહિને કેટલા પૈસા આપશે તે મિલકતની કિંમત પર આધારિત છે. આ ઉપરાંત માલિક તેના ઘરે રહી શકે છે. આ યોજના હેઠળ ઘરના માલિકના મૃત્યુ પછી, ઘર બેંકનું થઇ જાય છે. જો તે વ્યક્તિનો પરિવાર ઇચ્છે તો તે ઘરની કિંમત આપીને બેંક પાસેથી ખરીદી શકે છે.


60 વર્ષનો એક ભારતીય આ યોજના હેઠળ તેના ઘરના મોર્ગેજ માટે અરજી કરી શકે છે. જો યોજના હેઠળ પતિ-પત્ની મળીને અરજી કરી રહ્યા હોય, તો પત્નીની ઉંમર ઓછામાં ઓછી 58 વર્ષ હોવી જોઈએ. આ યોજના હેઠળ, બેંક દર મહિને અરજદારને 10 થી 15 વર્ષ માટે એક નિશ્ચિત રકમ આપે છે. એબીઆઈ આ યોજના હેઠળ 3 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીની લોન આપે છે. એસબીઆઈ આ યોજના હેઠળ મહિલાઓ અને અન્ય લોકોને 11 ટકાના વ્યાજ દરે લોન આપે છે. એસબીઆઇ પેન્શનરોને આ લોન વાર્ષિક 10% ના વ્યાજ દરે મળે છે.