

આજકાલ દરેક લોકો પૈસા ઉપાડવા માટે બૅન્ક એટીએમનો ઉપયોગ કરે છે. પરંતુ હવે બૅન્કોએ પણ એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. જો ગ્રાહકો નિર્ધારિત મર્યાદા કરતા વધારે પૈસા ઉપાડે છે, તો તેઓએ તેના પર ચાર્જ ચૂકવવો પડશે. એસબીઆઇએ આ ફી ટાળવા માટે તેના ગ્રાહકોને પૈસા બચાવવાની નવી રીત સૂચવી છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ખાતાધારકો કાર્ડ વગર પણ યોનો સુવિધા દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે, તેમને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.


>> એસબીઆઈ યોનો ઍપ્લિકેશનમાંથી પૈસા ઉપાડવા માટે, સૌ પ્રથમ તમારે યોનો ઍપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ નેટ બૅન્કિંગ યૂઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવા પડશે. સક્રિય યૂઝર ID અને પાસવર્ડ દાખલ કર્યા પછી, ફરીથી લોગિન પર ક્લિક કરો.


હવે તમે એસબીઆઈ યોનો ડેશબોર્ડ જોશો, તમને ઍકાઉન્ટની તમામ માહિતી મળશે. હવે કાર્ડ વગર રોકડ ઉપાડવા માટે, વેબસાઇટના નીચે તરફ 'માય રિવાર્ડસ' વિભાગમાં સ્ક્રોલ કરો. તેમા તમને YONO Pay, YONO Cash, Bill Pay, Products, Shop, Book & Order જેવા 6 વિકલ્પો દેખાશે. આમાંથી તમારે યોનો કેશ ટેબ પર ક્લિક કરવું પડશે.


ત્યા તમને દરરોજ લેવડ-દેવડની મર્યાદા વિશેની માહિતી મળશે. તમે એક ટ્રાન્ઝેક્શનમાં 500 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો. તમે યોનો દ્વારા એસબીઆઈ એટીએમથી વધુમાં વધુ 20,000 રૂપિયા ઉપાડી શકો છો.


આ વ્યવહાર ડૅબિટ કાર્ડ અથવા યોનો ઍપ્લિકેશન વગર પણ થઈ શકે છે. યોનો વેબસાઇટ દ્વારા ટ્રાન્ઝેક્શન માટે 6-અંકનો યોનો પિન દાખલ કરીને યોનો વેબસાઇટ દ્વારા રોકડ ઉપાડની પ્રક્રિયા શરૂ કરો.


આ સેવાની બે રીતે પુષ્ટિ થાય છે, પ્રથમ 6-અંકનો રોકડ પિન, જે તમારે વેબસાઇટ પર બનાવવો પડશે. બીજું તમને તમારા મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા 6-અંકનો નંબર મળશે.