દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પણ તેના રિટેલ ગ્રાહકો માટે ખાસ ઓફર લઇને આવી છે. હોમ લોન પર પ્રોસેસિંગ ફી માફીની જાહેરાત પછી બેંકે તમામ ચેનલો પર તેના કાર લોન ગ્રાહકો માટે પ્રોસેસિંગ ફી પર 100 ટકા છૂટની જાહેરાત કરી છે. ગ્રાહક તેના કાર લોન માટે 90 ટકા સુધી ઓન-રોડ ફાઇનેન્સિંગની સુવિધાનો લાભ પણ લઇ શકે છે. ઉપરાંત SBI અન્ય રાહત વ્યાજદર સાથે આવ્યું છે.
પર્સનલ લોન અને પેન્શન લોન- પર્સનલ અને પેન્શલ લોન ગ્રાહકો માટે બેંક તમામ ચેનલો પર પ્રોસેસિંગ ફીમાં 100 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. બેંકે પર્સનલ લોન માટે અરજી કરતા કોવિડ વોરિયર્સ એટલે ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને 50 બીપીએસની વિશેષ વ્યાજ છૂટની પણ જાહેરાત કરી છે, જે કાર અને ગોલ્ડ લોન હેઠળ પણ મળશે.