નવી દિલ્હી. વ્યક્તિ હંમેશા પોતાની જમા મૂડીને એવી જગ્યાએ રોકાણ (Investment) કરવા માંગે છે જેમાં તેના નાણા સુરક્ષિત (Safe Investment) પણ રહે અને સાથોસાથ એક નિશ્ચિત રિટર્ન (Investment Return) મળી શકે. પરંતુ અનેકવાર ખોટી જગ્યાએ રોકાજ્ઞ કરવાથી લાભને બદલે સમસ્યાઓ ઊભી થઈ જાય છે. એવામાં એ ખૂબ જ જરૂરી થઈ જાય છે કે તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરો. આજે અમે આપને કંઈક આવી જ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપને રોકાણ કરવા મજબૂર કરશે. આ સ્કીમ્સથી આપને નિશ્ચિત સમય બાદ માસિક આવક પ્રાપ્ત થવા લાગશે. અમે આપને SBIની વાર્ષિક યોજના વિશે જણાવી રહ્યા છીએ. (પ્રતીકાત્મક તસવીર)
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India - SBI) સુરક્ષિત વિકલ્પો પૈકી એક છે. SBI પોતાના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)થી લઈને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સુધીના સેવિંગ્સ ઓપ્શન આપે છે. બેંકની કેટલીક સ્કીમમાં રોકાણ કરી તમે દર મહિને 10 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. તો આવો જાણીએ આ સેવિંગ સ્કીમ્સ વિશે... (પ્રતીકાત્મક તસવીર)
SBIની એન્યૂટી સ્કીમ - SBIની આ સ્કીમમાં 36, 60, 84 કે 120 મહિનાની અવધિ માટે રોકાજ્ઞ કરી શકાય છે. તેમાં રોકાણ પર વ્યાજ દર એ જ હશે, જે જૂની અવધિ માટે ટર્મ ડિપોઝિટ માટે હશે. માની લો કે જો તમે પાંચ વર્ષ માટે ફંડ ડિપોઝિટ કર્યું તો આપને પાંચ વર્ષ માટે ફંડ ડિપોઝિટ કર્યું તો આપને પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ થનારા વ્યાજ દરના હિસાબથી વ્યાજ મળશે. આ સ્કીમનો ફાયદો તમામ લોકો ઉઠાવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)
આ રીતે થશે દર મહિને 10 હજાર રૂપિયાની કમાણી - જો કોઈ રોકાણકાર દર મહિને 10 હજાર રૂપિયાની આવક ઈચ્છે છે તો તેને 5,07,964 રૂપિયા જમા કરવા પડશે. જમા કરવામાં આવેલી રકમ પર તેમને 7 ટકાના વ્યાજ દરથી રિટર્ન મળશે, જે દર મહિને લગભગ 10 હજાર રૂપિયા છે. જો તમારી પાસે રોકાણ કરવા માટે 5 લાખ રૂપિયા છે અને તમે ભવિષ્યમાં પોતાની આવક વધારવા માંગો છો તો આ તમારા માટે સારો વિકલ્પ છે. (પ્રતીકાત્મક તસવીર)