

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં રિટેલ ગ્રાહકો માટે ભારતીય સ્ટેટ બેન્ક (State Bank of India) અનેક ઓફર્સ લઈને આવી છે. દેશની સૌથી મોટી બેન્કે આજે જાહેરાત કરી છે કે YONO App દ્વારા કાર, હોમ કે પર્સનલ લોન માટે અરજી કરનારા ગ્રાહકોને કોઈ પણ પ્રોસેસિંગ ચાર્જ (Zero Processing Fees) નહીં આપવો પડે. કાર લોન (SBI Car Loan) માટે અરજી કરનારા ગ્રાહકોને લઘુત્તમ 7.5 ટકાના વ્યાજ દર પર લોન મળશે. તેની સાથે જ કેટલાક પસંદગીના મોડલ પર ઓન-રોડ ફાઇનાન્સિંગ (SBI On-Road Financing)ની સુવિધા પણ આપવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)


હોમ લોન માટે સ્પેશલ ફેસ્ટિવ ઓફર્સ - ઘર ખરીદવા માટે હોમ લોન્સ (SBI Home Loans) ઉપર પણ SBIએ સ્પેશલ ફેસ્ટિવ ઓફર્સની જાહેરાત કરી છે. અપ્રૂવ્ડ પ્રોજેક્ટસમાં ઘર ખરીદનારા ગ્રાહકોને હોમ લોન પર કોઈ પ્રોસેસિંગ ફી નહીં આપવી પડે. સાથોસાથ આ બેન્ક સારા ક્રેડિટ સ્કોર (Credit Score) અને વધુ લોન અમાઉન્ટવાળા ગ્રાહકોને વ્યાજ દરમાં 0.10 ટકાની સ્પેશલ છૂટ આપી રહી છે. જો આ ગ્રાહક SBIની એપ YONO Appના માધ્યમથી અરજી કરે છે તો તેને સ્પેશલ 0.5 ટકાની છૂટ મળશે. (પ્રતીકાત્મક તસવીર)


ગોલ્ડ લોન (SBI Gold Loan) લેનારા ગ્રાહકો માટે પણ SBIએ ઓફર્સની જાહેરાત કરી છે. આવા કસ્ટમર્સની પાસે 7.5 ટકાની લઘુત્તમ વ્યાજ દર પર 36 મહિના સુધી રિપેમેન્ટ (Gold Loan Repayment)ની સુવિધા મળશે. હાલના સંકટમાં ગ્રાહકો માટે સસ્તી ક્રેડિટની ઉપલબ્ધતાને જોતાં SBI 9.6 ટકાના દરથી પર્સનલ લોન ઓફર (SBI Personal Loan Offer) કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)


YONO App ઉપર પ્રી-એપ્રૂવ્ડ પેપરલેસ લોનની સુવિધા - ડિજિટલ પેમેન્ટની વધતી ઉપયોગિતા અને માંગને જોતાં SBIએ YONO App યૂઝર્સ માટે પણ ઓફર્સની જાહેરાત કરી છે. YONO Appના માધ્યમથી આ ગ્રાહકોને ઇન-પ્રિન્સિપલ અપ્રૂવલના આધાર પર કાર લોન અને ગોલ્ડ લોન માટે અરજી કરવાની તક લઈને આવી છે. (પ્રતીકાત્મક તસવીર)


પ્રી-અપ્રૂવ્ડ લોન માટે યોગ્યતા કેવી રીતે ચેક કરશો? - માત્ર 4 ક્લિક્સમાં જ SBI ગ્રાહકોને પ્રી-અપ્રૂવ્ડ પેપરલેસ પર્સનલ લોન YONO Appના માધ્યમથી મળી જશે. તેના માટે ગ્રાહકોને સૌથી પહેલા પોતાની યોગ્યતા ચેક કરવી પડશે. પ્રી-અપ્રૂવ્ડ લોનની યોગ્યતા ચેક કરવા માટે ગ્રાહકોને મેસેજ બોક્સમાં PAPL ટાઇપ કરી 567676 પર SMS મોકલવાનો રહેશે. (પ્રતીકાત્મક તસવીર)