શો રૂમના બદલે અહીંથી ખરીદો નવી કાર, બચાવી શકો છો એકથી દોઢ લાખ રૂપિયા!
આ કારમાં પણ તેટલી સુવિધા સાથે મળે છે જે કાર કંપનીના શો રૂમમાં મળે છે. એટલે કે ઇન્સ્યોરન્સ, કાર પર મળતી વોરન્ટી, સર્વિસમાં કેટલાક ડિસ્કાઉન્ટ બધુ તેવું જ રહેશે જે શો રૂમમાંથી નીકળેલી કારમાં મળે છે


નવી દિલ્હી : નવી કાર લેવામાં તમે કેટલી બચત કરી શકો છો. તમે કહેશો કે શો રૂમ વાળો જેટલું ડિસ્કાઉન્ટ આપે તેટલું. જોકે તમે જાણો છો કે નવી કારમાં પણ એકથી દોઢ લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો. બસ આ કાર તમારે શો રૂમથી નહીં પણ ક્યાંક બીજા સ્થાનેથી લેવાની છે. જો તમે વિચારો કે નવી કાર તો શો રૂમમાં જ મળે છે તો તમે ખોટા નથી પણ અમે તમને એવું સ્થાન બતાવી રહ્યા છીએ જે લગભગ નવી કાર જ સેલ કરે છે. જોકે શો રૂમથી ઓછી કિંમતમાં આપે છે. અમે તમને આ વિશે બતાવી રહ્યા છીએ. (પ્રતિકાત્મક તસવીર)


અનરજિસ્ટર્ડ કાર - અમે જે કારની વાત કહી રહ્યા છીએ તેને અન રજિસ્ટર્ડ કાર કહેવાય છે. આ કાર શો રૂમના ટેસ્ટ ડ્રાઇવ માટે રાખવામાં આવે છે. જોકે શો રૂમમાં તેને સેલ કરવામાં આવતી નથી, કારણ કે ટેકનિકલ રૂપથી તેનો ઉપયોગ થઈ ચૂક્યો હોય છે. તેથી આ કારને તે કાર ડીલર્સને સેલ કરી દે છે. તમને થાય કે આ કાર ચાલેલી છે તો નવી કેવી રીતે ગણાય. જે કાર ટેસ્ટ ડ્રાઇવ માટે રાખવામાં આવી હોય છે તે મુશ્કેલથી 500, 1000 કે 3000 કિલોમીટર જ ચાલેલી હોય છે. આ સાથે આ કારનો ઉપયોગ આરટીઓમાં રજિસ્ટ્રેશન વગર કરવામાં આવે છે જેથી આ કારને અન રજિસ્ટર્ડ કાર કહેવાય છે. (પ્રતિકાત્મક તસવીર)


કાર લેનાર ફર્સ્ટ ઓનર જ બને છે - આ કાર આરટીઓમાં રજિસ્ટર્ડ હોતી નથી જેથી ડીલર્સ જ્યારે આ કારને વેચે છે તો લેનાર ફર્સ્ટ ઓનર જ બને છે. આ કાર ઘણી ઓછી ચાલી હોય છે એટલે સેકન્ડ કાર સાથે સરખામણી કરી શકાય નહીં. જેનું પ્રમુખ કારણ આ કારમાં પણ તેટલી સુવિધા સાથે મળે છે જે કાર કંપનીના શો રૂમમાં મળે છે. એટલે કે ઇન્સ્યોરન્સ, કાર પર મળતી વોરન્ટી, સર્વિસમાં કેટલાક ડિસ્કાઉન્ટ બધુ તેવું જ રહેશે જે શો રૂમમાંથી નીકળેલી કારમાં મળે છે. બસ એક જ પોઇન્ટ રહેશે કે આ કાર ટેસ્ટ રાઇડ વાળી હોય છે તેથી શો રૂમ કે કંપની સેલ કરતી નથી.(પ્રતિકાત્મક તસવીર)


કેવી રીતે લઈ શકો છો આ કાર - આ પ્રકારની કાર માટે તમે પોતાના શહેરના મોટા કાર ડીલર સાથે વાત કરશો તો તમને તે અપાવી શકે છે. દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં તો ઘણા ડિલર્સ સેકન્ડ હેન્ડ કાર સાથે અન રજિસ્ટર્ડ કારને પણ સેલ માટે રાખે છે. સૌથી સારી વાત એ હોય છે તે તમે લઈ તો નવી કાર રહ્યા હોવ છો પણ કિંમત ઓછી કરાવી શકશો. દિલ્હીના એક ડીલરે મહિન્દ્રા કેયૂવીનું ટોપ મોડલ જેની શો રૂમ કિંમત આઠ લાખ રૂપિયાની આસપાસ છે તેને સાડા પાંચ લાખ રૂપિયામાં સેલિંગ માટે રાખી હતી. (પ્રતિકાત્મક તસવીર)