

જો તમે મોટી બચતની સાથે કેટલીક નાની નાની બચત પર પણ ધ્યાન આપો તો ભવિષ્યમાં ફાઇનાન્સથી જોડાયેલી મોટી મુશ્કેલીઓથી તમને છૂટકાર મળશે. જો તમે રોજ તમારો ખર્ચ અનુશાસિત રીતે કરો છે અને તમારા બાળકના નામે ખાલી 100 રૂપિયા બચાવો છો તો ખાલી 15 વર્ષમાં તેના 34 લાખ રૂપિયા તૈયાર કરી શકો છો. અને આ માટે શ્રેષ્ઠ તે રહેશે કે તમે બચત જલ્દી શરૂ કરો. એટલો જ તમને વધુ ફાયદો મળશે. આ કામમાં કેટલાક (Mutual Fund) છે જે સારા કામમાં આવી શકે છે. જેથી આવનારા 15 વર્ષમાં તમે 34 લાખ રૂપિયા બચાવી શકશો.


બજારમાં રોકાણના અનેક વિકલ્પ હાજર છે. પણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવાથી સારું રિર્ટન મળે છે. તેવા અનેક ઇક્વિટી મ્યૂચુઅલ ફંડ છે જેના લૉન્ચ થયા પછી 15 થી 20 વર્ષમાં 20 ટકા કે તેનાથી વધુ વાર્ષિક દરથી રિટર્ન મળે છે. જો તમે થોડો રિસ્ક લેવાની ક્ષમતા રાખો તો. તમારા માટે આ વિકલ્પ સાબિત થઇ શકે છે.


આવી રીતે બનશે 34 લાખનો ફંડ- જો તમે તમારા બાળકના નામ પર રોજના 100 રૂપિયા એટલે કે મહિનાના 3000 હજાર રૂપિયાની SIP કરો છો અને આ રોકણ 15 વર્ષ સુધી કરો છો તો વાર્ષિક 20 ટકાના રિર્ટન પર તમને 15 વર્ષમાં રોકાણ વધને લગભગ 34 લાખ રૂપિયા થશે. 15 વર્ષમાં તમને કુલ 5.40 લાખ રૂપિયાનું રોકાણ થશે. જે વધીને 34 લાખ રૂપિયા થશે. એટલે કે મળીને કુલ 28.60 લાખ રૂપિયા એસ્ટ્રા કમાણી થશે.


એક્સપર્ટનું કહેવું છે કે મ્યૂચુઅલ ફંડમાં દર મહિને થોડું થોડું રોકાણ કરીને મોટું ફંડ તૈયાર કરી શકાય છે. મ્યૂચુઅલ ફંડમાં રોકાણમાં રિસ્ક ઓછું હોય છે. મ્યુચુઅલ ફંડનો સૌથી મોટો ફાયદોએ છે કે અહીં તમારા પૈસાને અલગ અલગ કંપનીઓમાં લગાવવામાં આવે છે. એટલે કે અલગ અલગ સ્ટોક અને બોન્ડમાં તમને આ નાણા નિવેશ કરી શકો છો. તેનો ફાયદો તે રહેશે કે જો કોઇ કંપનીમાં પૈસા ડૂબશે તો બીજી બધી જગ્યાએ લાભ મળતા કવર થઇ જશે.


સારા રિર્ટન આપતા ફંડમાં કેટલાક મ્ચુયઅલ ફંડ સ્ક્રીમ નિવેશકો 15 થી 20 વર્ષ માટે 20 ટકાથી વધુ રિર્ટન આપે છે. સુંદરમ મિડકેપ ફંડમાં 25.64 ટકા, આદિત્ય બિડલા સન લાઇફ ઇક્વિટી ફંડમાં 18.80 ટકા, DSP World Gold Fundમાં 20 ટકા, Nippon India US Equity Oppertunities Fundમાં 17 ટકા રિર્ટન મળે છે. જો કે કોઇ પણ રોકાણ કરવા પહેલા તમારા નાણાંકીય સલાહકારથી જરૂરી જાણકારી લેવી જરૂરી છે.