રિટેઈલ ઈન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RII)ની શ્રેણીને 16.53 ગણું સબસ્ક્રાઈબ કરવામાં આવ્યું છે. બિન-સંસ્થાકીય રોકાણકારોના હિસ્સાને 6.49 ગણો અને ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સના હિસ્સાને1.05 ગણો સબસ્ક્રાઈબ કરવામાં કરવામાં આવ્યો છે. IPOમાં 1.02 કરોડ ઈક્વિટી શેરના નવા ઈશ્યૂ છે. પ્રતિ શેરની કિંમત રૂ. 61-65 છે. પેંટોમેથ કેપિટલ એડવાઈઝર્સ ઓફરના મેનેજર છે.
કંપનીની પ્રોફાઈલ: ઉદયપુરમાં આવેલ આ કંપની કીટનાશકો, દવાઓ, સિમેન્ટ, રસાયણ, ખાતર, ખાદ્ય ઉત્પાદન, કપડા, ચિનાઈ માટીની વસ્તુઓ અને સ્ટીલ સહિત વિભિન્ન પ્રકારના ઉદ્યોગમાં બિઝનેસ-ટુ-બિઝનેસ ઉત્પાદકો માટે જથ્થાબંધ પેકેજિંગ સોલ્યુશન પ્રદાન કરે છે. આ ઈક્વિટી શેરને BSE અને NSE પર લિસ્ટ કરવાની રજૂઆત કરવામાં આવી છે.
નિષ્ણાંતોનો મત: સાહ પોલિમર શેરની માર્કેટમાં ખૂબ જ માંગ છે. સાહ પોલીમર્સ IPOમાં ઑફર ફૉલ સેલ (OFS) માટે કોઈ રજૂઆત કરવામાં આવી નથી. ઈશ્યૂનો 75 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે 15 ટકા હિસ્સો નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત રાખવામાં આવ્યો છે અને 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રખાયો છે. શેર્સનું અલૉટમેન્ટ 9 જાન્યુઆરીના ફાઈનલ થશે.
તેમજ 12 જાન્યુઆરી 2023 ગુરુવારના રોજ કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થવાની સંભાવના છે. સત ઈન્ડસ્ટ્રીઝ આ ઓફરની પ્રમોટર છે અને કંપનીમાં 91.79% ભાગીદારી ધરાવે છે. નવા શેરને જાહેર કરી એકત્ર કરેલ પૈસાનો ઉપયોગ કંપનીની ઉત્પાદન ક્ષમતા વધારવા, લોન ચૂકવવા, કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોમાં કરવામાં આવશે.