Home » photogallery » બિઝનેસ » આવી રહ્યો છે ₹75 નો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

આવી રહ્યો છે ₹75 નો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

75 Rupees Coin: નાણાં મંત્રાલયે જણાવ્યું કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે 75 રુપિયાનો ખાસ સિક્કો લોન્ચ કરવામાં આવશે. આ સિક્કાની એક તરફ અશોક સ્તંભ હશે. જેની નીચે સત્યમેવ જયતેનું સ્લોગન લખ્યું હશે.

  • News18 Gujarati
  • |
  • | ahmedabad (Ahmedabad) [Ahmedabad], India

  • 17

    આવી રહ્યો છે ₹75 નો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

    દેશમાં 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ સાથે જ 75 રુપિયાનો સ્પેશિયલ સિક્કો પણ લોન્ચ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થશે. આ અવસરે તેઓ 75 રુપિયાનો આ ખાસ સિક્કો લોન્ચ કરશે. આ સિક્કાની એક તરફ અશોક સ્તંભનું ચિન્હ હશે. જેની નીચે સત્યમેવ જયતેનું સૂત્ર હશે. જેની ડાબી તરફ દેવનાગીરીમાં ભારત અને જમણી તરફ અંગ્રેજીમાં INDIA લખેલું હશે.

    MORE
    GALLERIES

  • 27

    આવી રહ્યો છે ₹75 નો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

    નાણાં મંત્રીએ જણાવ્યું કે આ સિક્કામાં રુપિયાનું ચિન્હ ₹ અને સાથે 75 લખેલું હશે. જ્યારે સિક્કાની બીજી તરફ સંસદ ભવનની તસવીર હશે. જ્યાં ઉપરની તરફ દેવનાગીરી લિપીમાં 'સંસદ સંકુલ' લખેલું હશે અને નીચેની તરફ અંગ્રેજીમાં પાર્લિયામેન્ટ કોમ્પ્લેક્સ લખેલું હશે. આ સિક્કો 44 મિલીમીટરના વ્યાસ સાથે એક ગોળાકાર આકારનો હશે. જેના કિનારાઓ પર 200 સેરેશન હશે. 35 ગ્રામ વજનનો આ સિક્કો 4 ધાતુઓતી બનાવવામાં આવ્યો હશે. જેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસત હશે. આ સિક્કો ભારત સરકારની કોલકાતા ટંકશાળા દ્વારા બનાવવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 37

    આવી રહ્યો છે ₹75 નો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

    તમને જણાવી દઈએ કે દેશમાં હાલ નવા સંસદ ભવનને લઈને રાજનીતિનો પારો ગરમીના પારાની જેમ ઉપર ચઢેલો છે. એક તરફ જ્યાં વડાપ્રધાન મોદી 28 મેના રોજ રવિવારે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં 21 વિપક્ષી દળોએ એવી જાહેરાત કરી છે કે તેઓ આ સમારંભમાં સામેલ નહીં થાય. નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રવિવારે બપોરે વડાપ્રધાન મોદી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. કે વૈંકેયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવેગૌડા, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરું થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 47

    આવી રહ્યો છે ₹75 નો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

    આ કાર્યક્રમ માટે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પૂર્વ લોકસભા અધ્યક્ષ શિવરાજ પાટીલ, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે તથા તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે 21 જેટલા વિપક્ષી દળોએ ઉદ્ઘાટન સમારંભનો બહિષ્કાર કર્યો છે. જ્યારે આ કાર્યક્રમમાં 25 જેટલા રાજકીય પક્ષો સામેલ થશે જેમાં 18 NDAના ઘટક પક્ષો છે અને સાત જેટલા બિન એનડીએ રાજકીય પક્ષો છે.

    MORE
    GALLERIES

  • 57

    આવી રહ્યો છે ₹75 નો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

    ત્રિકોણાકાર ચાર માળના આ નવા સંસદ ભવનનું નિર્માણ ક્ષેત્ર 64,500 ચો. મીટર છે. આ ભવનના ત્રણ મુખ્ય દ્વાર છે. જેને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ આપવામાં આવ્યું છે. સંસદનું વર્તમાન ભવન 1927માં બનીને તૈયાર થયું હતું. આ જૂની ઈમારત હાલ નવા સમયની જરુરિયાતો માટે અપૂર્ણ માનવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 67

    આવી રહ્યો છે ₹75 નો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

    ટાટા પ્રોજેક્ટ્સ લિ. દ્વારા નવ નિર્મિત સંસદ ભવનમાં ભારતના લોકતંત્રના વારસાને પ્રદર્શિત કરતા એક ભવ્ય સંવિધાન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંસત સદસ્યો માટે લોન્જ, પુસ્તકાલય, જુદી જુદી સમિતિઓના કક્ષો, ભોજનાલય, પાર્કિંગ સહિતની આધુનિક સુવિધાઓ સાકારવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 77

    આવી રહ્યો છે ₹75 નો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે થશે લોન્ચ

    હાલના સંસદ ભવનને મૂળરુપે કાઉન્સિલ ભવન કહેવામાં આવતું હતું. જેમાં ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ સ્થિત હતી. જોકે પાછળથી વધારે જગ્યાની આવશ્યક્તાઓને પૂર્ણ કરવા માટે આઝાદી બાદ 1956માં બે વધુ માળનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES