Home » photogallery » બિઝનેસ » Bank Fixed Deposit: બેંક એફડી કરાવતા પહેલા જાણી લો આ પાંચ વાત, નહીં થાય કોઈ નુકસાન

Bank Fixed Deposit: બેંક એફડી કરાવતા પહેલા જાણી લો આ પાંચ વાત, નહીં થાય કોઈ નુકસાન

Bank Fixed Deposit: બેંક એફડી પરનું રિટર્ન એટલે કે વ્યાજદર નિશ્ચિત અને પૂર્વ-નિર્ધારિત છે. પરંતુ મોંઘવારી સતત વધતી રહે છે. આવી સ્થિતિમાં જો મોંધવારીને એડજસ્ટ કરીએ તો હાલના સમયમાં એફડી પર વળતર ખૂબ જ ઓછું છે.

  • 16

    Bank Fixed Deposit: બેંક એફડી કરાવતા પહેલા જાણી લો આ પાંચ વાત, નહીં થાય કોઈ નુકસાન

    Bank FDs Key Factors: બેંક એફડી (FD)એ દેશમાં રોકાણનો એક પરંપરાગત ઓપ્શન છે. સામાન્ય રીતે લોકો માને છે કે બેંકોમાં પૈસા વધુ સુરક્ષિત છે અને રિટર્નની પણ ગેરંટી હોય છે. આમાં બજારની અસ્થિરતાનું કોઈ જોખમ રહેતુ નથી, પરંતુ એવું નથી. બેંક એફડીમાં કેટલાક રિસ્ક ફેક્ટર પણ સામેલ હોય છે. જો તમે પણ બેંક FD કરાવવાનુ વિચારી રહ્યા છો, તો તમારે આ બાબતો જાણી લેવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 26

    Bank Fixed Deposit: બેંક એફડી કરાવતા પહેલા જાણી લો આ પાંચ વાત, નહીં થાય કોઈ નુકસાન

    ઇન્શ્યોરન્સ : સામાન્ય રીતે લોકો બેંક એફડીને સંપૂર્ણપણે સલામત માને છે અને તેમની મોટી રકમ જમા કરાવે છે. જોકે, એફડીમાં પૈસા સુરક્ષિત છે, પરંતુ જો બેંક કોઈપણ સ્થિતિમાં ડિફોલ્ટ થાય છે, તો રોકાણકારોની માત્ર 5 લાખ સુધીની ડિપોઝિટ સુરક્ષિત રહે છે. આ જ નિયમ ફાઇનાન્સ કંપનીઓને પણ લાગુ પડે છે. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) માત્ર રૂ. 5,00,000 સુધીની બેંક થાપણો પર ઈન્શ્યોરન્સ ગેરંટી આપે છે.

    MORE
    GALLERIES

  • 36

    Bank Fixed Deposit: બેંક એફડી કરાવતા પહેલા જાણી લો આ પાંચ વાત, નહીં થાય કોઈ નુકસાન

    રિટર્ન : બેંક એફડી પરનું રિટર્ન એટલે કે વ્યાજદર નિશ્ચિત અને પૂર્વ-નિર્ધારિત છે. પરંતુ મોંઘવારી સતત વધતી રહે છે. આવી સ્થિતિમાં જો મોંધવારીને એડજસ્ટ કરીએ તો હાલના સમયમાં એફડી પર વળતર ખૂબ જ ઓછું છે. ધારો કે જો ફુગાવાનો દર 6 ટકા થઈ જાય અને એફડી પર વ્યાજ 5-6 ટકાની વચ્ચે હોય, તો તમને નેગેટીવ રિટર્ન જ મળશે.

    MORE
    GALLERIES

  • 46

    Bank Fixed Deposit: બેંક એફડી કરાવતા પહેલા જાણી લો આ પાંચ વાત, નહીં થાય કોઈ નુકસાન

    લિક્વિડિટી : બેંક એફડીમાં લિક્વિડીટીની સમસ્યા છે. જોકે, જરૂર પડ્યે કોઈપણ સમયે એફડી તોડી શકાય છે, પરંતુ આવું કરવા પર આ એફડી પર પ્રી-મેચ્યોર પેનલ્ટી ચૂકવવી પડશે. એફડી પર પેનલ્ટી અમાઉન્ટ અલગ અલગ બેંકોમાં અલગ અલગ હોય છે. જો તમે કોઈપણ ટેક્સ સેવિંગ એફડીમાં રોકાણ કર્યું છે, તો તમે તેને 5 વર્ષના સમય પહેલા પણ ઉપાડી શકો છો. જોકે, આવું કર્યા પછી તમને તેની પર કોઈ ટેક્સ બેનિફિટ મળશે નહીં.

    MORE
    GALLERIES

  • 56

    Bank Fixed Deposit: બેંક એફડી કરાવતા પહેલા જાણી લો આ પાંચ વાત, નહીં થાય કોઈ નુકસાન

    વ્યાજદર : જો બજારમાં ડિપોઝિટ પરના વ્યાજ દરો ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે એફડીમાં રીઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન પસંદ કરો છો, તો તે રકમ જાતે જ ફરીથી રીઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. અહીં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જો બજારમાં વ્યાજના દરો વધુ ઘટી રહ્યા છે, તો તમારી એફડીનુ રિટર્ન જૂના દર પર નહીં, પરંતુ નવા ઘટાડેલા વ્યાજ દર પર જ મળશે. આ કિસ્સામાં તમને પહેલા કરતા ઓછું રિટર્ન મળશે.

    MORE
    GALLERIES

  • 66

    Bank Fixed Deposit: બેંક એફડી કરાવતા પહેલા જાણી લો આ પાંચ વાત, નહીં થાય કોઈ નુકસાન

    સમયગાળો : સામાન્ય રીતે લોકો 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ વગેરે જેવા રાઉન્ડ ફિગર સમયગાળા માટે એફડી કરે છે. કેટલીક બેંકોમાં આ રાઉન્ડ ફિગરના સમય માટે એફડી પરનો વ્યાજ દર 1 અથવા તેનાથી થોડો વધુ કે ઓછા દિવસો સુધી બદલાય છે. તેથી એફડી ખોલતા પહેલા એફડીની મુદત અને તેના પરના વ્યાજને ચોક્કસથી સમજી અને જાણી લો. શક્ય છે કે રાઉન્ડ ફિગર પિરિયડને બદલે થોડા દિવસો ઓછા કે વધુ સમય માટે વધારાનું વ્યાજ મળી શકે.

    MORE
    GALLERIES