

સામાન્ય લોકોના નાણાને બેન્ક ખાતાઓમાં સુરક્ષિત રાખવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)એ ડેબિટ કાર્ડ (Debit Card) અને ક્રેડિટ કાર્ડ (Credit Card)ના ઉપયોગને લઈ નવા નિયમ લાગુ (RBI New Rules) કર્યા છે. તે મુજબ કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. તેને લઈને RBIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અગત્યની જાણકારી આપી છે. (પ્રતીકાત્મક તસવીર)


આરબીઆઈ (RBI)એ તાત્કાલિક ત્રણ કામ કરવાની સલાહ આપી છે. પહેલી સલાહ કે લેવડ-દેવડ માટે દૈનિક મર્યાદા નક્કી કરો. બીજી સલાહ- સ્થાનિક કે આંતરાષ્રી ય ઉપયોગની મર્યાદા નક્કી કરો. અને ત્રીજી સલાહ- આંતરરાષ્ટ્રીય ઉપયોગ ચાલુ/બંધ કરો. (પ્રતીકાત્મક તસવીર)


RBIનું કહેવું છે કે આવું કરવાથી બેન્ક ગ્રાહક છેતરપિંડીથી થનારા નુકસાન અને આપના ખર્ચ, બંનેને સીમિત રાખે છે. નોંધનીય છે કે આ સંબંધમાં એસબીઆઈ (SBI), બીઓબી (BOB), આઇસીઆઇસીઆઇ બેન્ક (ICICI Bank) અને એચડીએફસી બેન્ક (HDFC Bank)એ કસ્ટમરોને મેસેજ પણ મોકલ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર મળનારી કેટલીક સેવાઓ 1 ઓક્ટોબરથી બંધ કરવામાં આવી રહી છે. તેમાં આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડની સેવાઓ પણ સામેલ છે. (પ્રતીકાત્મક તસવીર)


વધુ સરળ શબ્દોમાં કહીએ તો હવે બેન્ક ગ્રાહક પોતાના એટીએમ અને ક્રેડિટ કાર્ડની લિમિટ પણ જાતે નક્કી કરી શકે છે. માની લો કે તમે ઈચ્છો છો કે તમારા કાર્ડ પર એક હજારથી વધુની રકમ ન ઉપડી શકે તો તેને ઇન્ટરનેટમાં મેન્યૂઅલમાં આવીને ટ્રાન્ઝેક્શન લિમિટ બદલી શકો છો. મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ મશીન કે આઇવીઆરના માધ્યમથી ક્યારે પણ પોતાના કાર્ડની લિમિટ વધારી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)


આ સુવિધા 24 કલાક અને સાતેય દિવસ મળશે. એટલે કે હવે તમે પોતાના એટીએમ કાર્ડની ટ્રાન્ઝેક્શન લિમિટ જાતે નક્કી કરી શકશો. આરબીઆઈએ ગ્રાહકોને કહ્યું છે કે પોતાની સુવિધા અનુસાર જ નક્કી કરો કે તેમને કઈ સેવાઓ લેવી છે અને કઈ બંધ કરવી છે. (પ્રતીકાત્મક તસવીર)