ફક્ત કપડાં વેચવા કરતા આ કંપની એક અલગ વિઝન સાથે દેશ-દેશ વચ્ચેના અંતરને ઘટાડે છે અને અમેરિકન શૈલીને જનજન સુધી પહોંચાડે છે. રિલાયન્સ કંપનીના એક નિવેદન મુજબ, રિલાયન્સ રિટેઇલ ગેપ સાથે મળીને પુરુષ, સ્ત્રી અને બાળકો માટે કપડાની નવી જ ફેશન લાવશે. વધુમાં કંપનીએ કહહ્યું કે, અમે અમારા ગ્રાહકો માટે કંઈક નવીનતમ અને શ્રેષ્ઠ લાવવા માટે ગેપ સાથે થયેલ કરારને લીધે ખુશી વ્યક્ત કરીએ છીએ.
કંપનીના સીઈઓ અખિલેશ પ્રસાદે જણાવ્યું હતું કે, રિલાયન્સ રિટેલ અને ગેપ ફેશન પ્રોડક્ટસ અને રિટેલ અનુભવો અમારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં એકબીજાના પૂરક છે. આ સાથે બંને કંપનીઓએ પોતાની વાત રજુ કરી અને ખુશી વ્યક્ત કરી. સાથે ભારતમાં રિલાયન્સ જેવી કંપની સાથે જોડાઈને સારું માર્કેટ પ્રાપ્ત કરવાની ગેપને પણ વિશ્વાસ છે.