સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની AGM બેઠક બાદ જે રીતે પ્લાનની જાહેરાત કરવામાં આવી છે, તેનાથી રિલાયન્સની પ્રતિદ્વંદી કંપનીઓની ચિંતા વધી ગઈ છે. જિયોના ટેરિફ પ્લાનથી ટેલિકોમ સેક્ટર, ડીટીએચ સેક્ટરમાં જબરદસ્ત કોમ્પિટિશન વધી જશે, જેનાથી આવનારા દિવસોમાં ડીટીએચ કંપનીઓમાં ભાગદોડ મચી શકે છે. જાણકારોનું માનવુ છે કે, જે રીતે જિયો આવ્યા બાદ વોડાફોન-આઈડીયા, એરટેલ કંપનીઓને મોટો ઝટકો લાગ્યો હતો, તેજ રીતે ડીટીએચ સર્વિસમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી શકે છે.
રિલાયન્સે ગ્રાહકોને આપી આ ઓફર<br />હાલમાં જ રિલાયન્સ જિયોએ પોતાના ગીગાફાયબરને કોમર્શિયલ લોન્ચ કર્યું છે. આના ટેરિફ પ્લાનની વાત કરીએ તો, ટેરિફ પ્લાનની સ્પીડ 100 MBPS હશે, જ્યારે વધારેમાં વધારે સ્પીડ 1000 MBPS હશે. જિયો ગીગીફાયબર પ્લાનની કિંમત 700 રૂપિયાથી લઈ 10000 રૂપિયા પ્રતિ મહિના હશે. 700 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 100 MBPSની સ્પીડ મળશે, જ્યારે પ્રીમિયમ પ્લાન સાથે આ 1 GBPS થઈ જશે. જિયો ગીગાફાયબર હેઠળ ગ્રાહક ડેટા અથવા વોઈસ કોલ માત્ર એક માટે જ પૈસા ખર્ચ કરવા પડશે. એટલે કે એક પર એક ફ્રી.
RILએ DTH માર્કેટમાં વધારી કોમ્પિટિશન<br />જાણકારોનું માનવું છે કે, આનાથી DTH માર્કેટમાં કેબલ ટીવી સર્વિસમાં જબરદસ્ત કોમ્પિટિશન વધી જશે. આના કારણે કેટલીક કંપનીઓના વિલય અને અધિગ્રહણની સંભાવના વધી શકે છે. થોડા દિવસ પહેલા જ ભારતી એરટેલ ડિશ ટીવી ખરીદવાના સમાચાર આવ્યા હતા, પરંતુ હજુ સુધી આના પર કોઈ નિર્ણય નથી લેવાયો.