72માં સ્વતંત્રતા દિવસે કેટલીએ કંપનીઓએ ફ્રીડમ સેલ રજૂ કર્યા છે. કેશબેક, ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર્સ સાથે ઈ-કોમર્સ કંપનીઓ કસ્ટમર્સને લોભાવી રહી છે, અને આ સાથે-સાથે Reliance Digitalએ પણ પોતાની સેલ શરૂ કરી દીધી છે, જ્યાં કસ્ટમર્સ ગેજેટ્સ, ઈલેક્ટોનિક્સ આઈટમ્સ પર આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. તો અમે તમને જણાવીશું Reliance Digital સેલ સાથે જોડાયેલી વાતો જે તમને જરૂરથી ખબર હોવી જોઈએ.
10% Cards discount: જો કસ્ટમર્સ ખરીદી કરવા માટે 10% American Express, Citi Bank, HDFC, ICICI Bank અથવા Kotak Bankથી પેમેન્ટ કરે છે તો તેમને 10 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ડિઝિટલ એક માત્ર રિટેલ કંપની છે, જેણે દેશની કેટલાક બેંક સાથે જીરો ડાઉન પેમેન્ટ સ્કીમ માટે કરાર કરેલો છે. આ સુવિધા તમામ રિલાયન્સ ડિઝિટલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. My Jio સ્ટોર્સ કુલ 800 શહેરોને કવર કરે છે.
Gadget Offer: મોબાઈલ ફોન, લેપટોપ અને અને અન્ય કેટલાએ ગેજેટ્સ પર ખાસ ઓફર મુકવામાં આવી છે. દેશ અને વિદેશની કુલ 200 કંપનીઓની 4000થી વધારે પ્રોડક્ટ ઉપલબ્ધ છે. તમે અહીંથી ખાસ કરીને એલઈડી, એલસીડી, હોમ છિયેટર, ડિઝિટલ કેમેરા, મોબાઈલ ફોન અને તેના સાથે જોડાયેલી એસેસરિઝ ખરીદી શકો છો. (ડિસક્લેમર - ન્યૂઝ 18 ગુજરાતી નેટવર્ક 18 ગ્રુપનો એક ભાગ છે. ન્યૂઝ 18 ગુજરાતી અને અન્ય ડિઝિટલ, પ્રિંટ અને ટીવી ચેનલ નેટવર્ક 18ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18નું સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.)