

દેશની આર્થિક સુસ્તીને પહોંચી વળવા માટે RBIએ સરકારની મોટી મદદ કરી છે. RBIએ પોતાના સરપ્લસ ફંડમાંથી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. આ પૈસાનો ઉપયોગ મોદી સરકાર અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે કરશે. હવે પ્રશ્ન એ થાય છે કે, RBI કેવી રીતે આવક કરે છે. સાથે, અન્ય કયા રિઝર્વ આરબીઆઈ પોતાની પાસે રાખે છે. તમને જણાવી દઈએ કે, RBI બોર્ડ બેઠકમાં બિમલ ઝાલાન કમિટીની ભલામણોને માની લેવામાં આવી છે. ત્યારબાદ હવે સરકારને પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારને રોકોર્ડ 1.76 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવાની મંજૂરી આરબીઆઈ બોર્ડે આપી છે.


1 - RBIની બેલેન્સ શીટ વિશે જાણો - RBI ની બેલેન્સ શીટ સામાન્ય કંપનીઓ જેવી નથી હોતી. RBIની પ્રોપર્ટીનો 26 ટકા ભાગ રિઝર્વ તરીકે હોય છે. આનું જ ઈન્વેસ્ટમેન્ટ વિદેશોમાં, ભાર સરકારના બોન્ડ્સ અને ગોલ્ડમાં કરવામાં આવે છે. આંકડા અનુસાર, RBI પાસે લગભગ 600 ટન આસપાસ ગોલ્ડ રિઝર્વ છે. આને વિદેશી મુદ્રા સાથે જોડી દેવામાં આવે તો, આ બેન્કની કુલ સંપત્તિનું 77 ટકા બેસે છે.


2 - RBI પોતાની પાસે રાખે છે ઈમરજન્સી ફંડ - જો સામાન્ય ભાષામાં કહીએ તો, આ એક વિશેષ જોગવાઈ છે, જે મોનિટરી પોલિસી અને એક્સચેન્જ રેટને મેનેજ કરવાને ચાલતા અચાનક આવી પડેલી જરૂરિયાતને પૂરી કરવા માટે ઉપયોગ થાય છે. મતલબ સ્પષ્ટ છે કે, આનો ઉપયોગ જરૂરતના હિસાબે અને કોઈ ઈમરજન્સી આવવા પર ફંડનો ઉપયોગ થાય છે. વર્ષ 2017-18માં ઈમરજન્સી ફંડનો આકાર 2.32 લાખ કરોડ હતો, જે RBIના કુલ એસેટ્સનો 6.4 ટકા હતો.<br />નાણાકીય વર્ષ 2013-14થી ત્રણ વર્ષ સુધી આરબીઆઈ ઈમરજન્સી ફંડમાં બિલકુલ પૈસા રાખ્યા ન હતા. કેમ કે, ટેક્નિકલ કમિટીનું માનવું હતું કે, તેમની પાસે પહેલાથી જ ગણી આર્થિક પૂંજી છે. જોકે, ગત વર્ષમાં બેન્કે ઈમરજન્સી ફંડ રાખ્યું.


3 - RBIની આવકનો સ્ત્રોત કયો છે - મનીકન્ટ્રોલના ડેપ્યુટી એડિટર ગૌરવ ચૌધરીનું કહેવું છે કે, આરબીઆઈની આવકનો મુખ્ય સ્ત્રોત સરકારી બોન્ડ, ગોલ્ડ પર કરવામાં આવેલું ઈન્વેસ્ટમેન્ટ અને વિદેશી માર્કેટમાં ફોરેક્સ અને બોન્ડ ટ્રેડિંગ હોય છે.<br />RBI પાસે આ વખતે રોક્રડ સરપ્લસ હતું કેમકે, ગત વર્ષે બેન્કે ગોલ્ડ અને વિદેશ મુદ્રા બજાર, બંને બજારમાં તે એક્ટિવ રહી. બેન્કે મોટા પ્રોફિટ પર ડોલર વેચ્યા અને મુદ્રા બજારમાં રેકોર્ડ બોન્ડ ખરીદ્યા, જેના પર સારૂ રિટર્ન મળ્યું છે.


4 - RBI નું સરપ્લસ શું હોય છે - ગૌરવ જણાવે છે કે, આ તે રકમ હોય છે, જે RBI સરકારને ટ્રાન્સફર કરે છે. RBI પોતાની જરૂરત પૂરી કર્યા બાદ જે સરપ્લસ વધે છે તે સરકારને ટ્રાન્સફર કરે છે. નામાકીય વર્ષ 2017-18માં આરબીઆઈના ખર્ચનો સોથી મોટો ભાગ 14,200 કરોડ રૂપિયા હતો, જે તેને કન્ટીજેન્સિ ફંડથી કર્યો હતો. જેટલો મોટો ભાગ કન્ટીજેન્સી ફંડમાં જશે, સરપ્લસ તેટલું ઘટશે.