નવી દિલ્હી- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ 22 માર્ચ, 2023ખી 21 સપ્ટેમ્બર 2023 સુધી લાગૂ કેન્દ્ર સરકારના ફ્લોટિંગ રેટ બોન્ડ, 2033ના વ્યાજ દરની જાહેરાત કરી દીધી છે. RBIની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ વખતે વ્યાજ દર 8.51 ટકા પ્રતિ વર્ષ હશે. રિઝર્વ બેંકે મંગળવારે એક રિલીઝમાં આ અંગે જાણકારી આપી હતી. જો તમે તમારા રૂપિયા એવી જગ્યાએ રોકાણ કરવા માંગો છો, જે બિલકુલ સુરક્ષિત હોય અને તેના પર વ્યાજ પણ ફિક્સ ડિપોઝીટ કરતા સારું હોય, તો તમે સરકારના ફ્લોટિંગ રેટ બોન્ડ વિશે વિચારી શકો છો.
શું છે ફ્લોટિંગ રેટ બોન્ડ? - આજકાલ ફ્લોટિંગ રેટ બોન્ડ ઘણું ચર્ચામાં છે. સરકારે જ્યારથી આરબીઆઈ બોન્ડના બદલે ફ્લોટિંગ રેટ બોન્ડ જારી કર્યા છે, ત્યારથી તેની ઘણી ચર્ચા થઈ રહી છે. જાણકારી અનુસાર, ફ્લોટિંગ રેટ બોન્ડ તે સિક્યોરિટીઝને કહેવામાં આવે છે, જેના પર કોઈ ફિક્સ કૂપન રેટ કે વ્યાજ દર નથી રહેતો. તેના એક પ્રકારના નહિ પણ ઘણી કૂપન રેટ હોય છે, જેને પહેલાથી નક્કી સમય મર્યાદામાં દરેક વખતે ફરીથી સેટ કરવામાં આવે છે.
રેગ્યુલર બોન્ડથી કેવી રીતે અલગ - કોઈ રેગ્યુલર બોન્ડમાં તમને એક નક્કી દરથી વ્યાજ મળે છે. બોન્ડના આ વ્યાજ દરને કૂપન કહે છે. આ કૂપનની સાથે સામાન્ય રીતે કોઈ બોન્ડ જારી થતો નથી. તેનો અર્થ છે કે, રોકાણકારને પહેલાથી ખબર હોય છે, કે બોન્ડ પર તેને કેટલું વ્યાજ મળવાનું છે. જો કે, ફ્લોટિંગ રેટ બોન્ડમાં વ્યાજ દર ફિક્સ હોતુ નથી. આ વ્યાજ દર સમય-સમય પર બદલાતો રહે