Home » photogallery » બિઝનેસ » RBIની મહત્ત્વની જાહેરાત, માર્ચ પછી નહીં ચાલે 100, 10 અને 5 રુપિયાની નોટો! જાણો હકીકત

RBIની મહત્ત્વની જાહેરાત, માર્ચ પછી નહીં ચાલે 100, 10 અને 5 રુપિયાની નોટો! જાણો હકીકત

100, 10 અને 5ની જૂની નોટો ચલણમાંથી બંધ થશે આ જાણકારી પર આરબીઆઈએ કરી સ્પષ્ટતા.

  • 14

    RBIની મહત્ત્વની જાહેરાત, માર્ચ પછી નહીં ચાલે 100, 10 અને 5 રુપિયાની નોટો! જાણો હકીકત

    100 રુપિયા (100 Rupees note) , 10 રૂપિયા (Ten rupees note) અને 5 રુપિયાના (five Rupees note) ચલણ અંગે આરબીઆઈ (RBI) તરફથી એક સમાચાર આવ્યાની ખબર  ઘણી જ વાયરલ  થઇ હતીકે, રિઝર્વ બેંક (Indian Reserve Bank) પ્રમાણે, માર્ચ, એપ્રિલ પછી 100, 10 અને 5ની જૂની નોટો ચલણમાં નહીં આવે. આ જાણકારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર બી મહેશે આપી છે એમ જણાવવામાં આવ્યું હતું. વાયરલ ખબરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આરબીઆઈએ જાણકારી આપી છે કે, તેઓ જૂની નોટોની સિરિઝ પરત લેવાની યોજના પર કામ કરી રહ્યાં છે. શુક્રવારે, આરબીઆઈના જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી હતી કે, સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની સિરીઝની ચલણી નોટો પરત ખેંચવાનો વિચાર કરી રહી છે.  જોકે, આ અંગે આરબીઆઈએ સોમવારે પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે ,આ અંગેના જે અહેવાલ ફરતા થયા છે તેમાં કોઈ તથ્યો નથી.  આરબીઆઈ (RBI)ની આવી કોઈ યોજના નથી.

    MORE
    GALLERIES

  • 24

    RBIની મહત્ત્વની જાહેરાત, માર્ચ પછી નહીં ચાલે 100, 10 અને 5 રુપિયાની નોટો! જાણો હકીકત

    બી મહેશે 10 રુપિયાના સિક્કા અંગે જણાવ્યું કે, 10 રૂપિયાના સિક્કાની રજૂઆતના 15 વર્ષ પછી પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ સિક્કા સ્વીકાર્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે સમસ્યા બની છે. તેમણે કહ્યું કે, "બેંકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાવવાની જાણકારી આપવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં 10 રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધી કાઢવા જોઈએ.

    MORE
    GALLERIES

  • 34

    RBIની મહત્ત્વની જાહેરાત, માર્ચ પછી નહીં ચાલે 100, 10 અને 5 રુપિયાની નોટો! જાણો હકીકત

    ભારતીય રિઝર્વ બેંક તરફથી 100 રુપિયાની નવી નોટ વર્ષ 2019માં જાહેર કરવામાં આવી હતી. જૂની નોટબંધીમાં જે રીતે 500 અને 1000ના નોટ બંધ કર્યા બાદ અફરાતફરી મચી ગઇ હતી. એટલે હવે આરબીઆઈ અચાનક કોઇપણ જૂના નોટ બંધ કરવા માંગતી નથી.

    MORE
    GALLERIES

  • 44

    RBIની મહત્ત્વની જાહેરાત, માર્ચ પછી નહીં ચાલે 100, 10 અને 5 રુપિયાની નોટો! જાણો હકીકત

    નોંધનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019માં 100 રૂપિયાની નવા રંગરૂપમાં રજૂ કરી હતી. જેના પર ગુજરાત રાજ્યના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલ રાણકી વાવની તસવીર આવેલી છે. તે જ સમયે, આ પહેલા, 8 નવેમ્બર, 2016 ના રોજ, મોદી સરકારે નકલી ચલણને પરિભ્રમણથી દૂર કરવાના ઉદ્દેશ્યથી જૂની 500 અને 1000ની નોટોને બંધ કરી અને નવી નોટો છાપવી. જેમાં 500 અને 2000, 200ની નોટો શામેલ છે.

    MORE
    GALLERIES