

આજે મોટી મોટી દુકાનોથી લઇને ચા વાળા સુધી દરેક વ્યક્તિ ડિજિટલ પેમેન્ટનો સહારો લઇ રહ્યું છે. દરેકની પાસે હવે Paytm, Google Pay જેવા અન્ટ પેમેન્ટ ઓપ્શન હોય છે. જેનાથી QR કોડ સ્કેન કરીને પેમેન્ટ થઇ શકે. ભારતીય રિર્ઝવ બેંક (RBI)એ ગુરુવારે એક આદેશ જાહેર કરીને આ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર લાવવાની વાત કહી છે. જાણો શું છે નવી સિસ્ટમ


RBIના આદેશ મુજબ દેશમાં ડિજિટલ અને સુરક્ષિત લેવડ દેવડમાં વધુ સારી સુવિધા આપવા માટે આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક તેવા ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરવામાં આવશે જે બીજા પેમેન્ટ ઓપરેટર્સ દ્વારા પણ સ્ક્રેન થઇ શકે. આ પ્રોસેસ લાગુ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે.


RBIએ પેમેન્ટ કંપનીઓ માટે ઇન્ટરઓપરેબલ ક્વિક રિસ્પોન્ડ કોડ (Interoperable QR Code) નો ઉપયોગ જરૂરી કરવા માટે આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ઇન્ટરઓપરેબલ QR કોડ મુજબ તમે કોઇ પણ એપ પર આ ક્યૂઆર સ્ટીકરને સરળતાથી વાંચી શકશો. દેશમાં આ સમયે ત્રણ રીતના QR કોડ છે, Bharat QR, UPI QR અને પ્રોપરાઇટરી QR. ટોપની બેંકનું કહેવું છે કે UPI QR અને Bharat આર પહેલાની જેમ જ ચાલુ રહેશે.


રિઝર્વ બેંકનું કહેવું છે કે ઇન્ટર ઓપરેબલ QR કોડ્સ વિષે જાગૃતતા ફેલવવા માટે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સની શરૂઆત કરવી પડશે. ઇન્ટર ઓપરેબિલિટીના કારણે સામાન્ય લોકોને સરળતા મળશે. અને પેમેન્ટ સિસ્ટમ પણ પહેલાથી સારા થશે. RBI આ માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ તૈયાર કરી છે. જેથી દેશના વિભિન્ન રીતના પેમેન્ટ સિસ્ટમ સરળતાથી ઓપરેટ કરી શકાય.


નોંધનીય છે કે હાલ કોરોના કાળમાં લોકો પોતાનું બેકિંગ અને અન્ય લેવડ દેવડનું કામ ઓનલાઇન કે મોબાઇલ દ્વારા કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કોરોના કાળમાં ચલણી નોટો અને કેશમાં પેમેન્ટ આપવા કરતા લોકો ડિજિટલ લેવડ દેવડ તરફ વધ્યા છે. જો કે આમાં છેતરપીંડીની ઘટનાઓ પણ વધી છે. પણ તેમ છતાં કોવિડ સંક્રમણના કારણે લોકો ઓનલાઇન અને ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે. સરકાર પણ લાંબા સમયથી ઓનલાઇન ચૂકવણી વધે તે પર ભાર આપતી હતી. અને કોરોના કાળમાં તેના આ વિચારને સહાય મળી છે.