નવી દિલ્હી: દેશના મોટા ઉદ્યોગપતિ અને ટાટા જૂથના પૂર્વ ચેરમેન રતન ટાટા (Ratan Tata)ના જીવન સાથે અને રોચક કિસ્સા જોડાયેલા છે. આ કિસ્સા તેઓ જ દુનિયાને જણાવી રહ્યા છે. તાજેતરમાં જ તેઓએ આવો જ એક કિસ્સો એક ચેનલના શૉ દરમિયાન કહ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ જ્યારે 17 વર્ષના હતા ત્યારે એક વિમાનમાં સવાર હતા. આ દરમિયાન આ વિમાન ક્રેશ થતાં થતાં બચી ગયું હતું. તેમણે જણાવ્યું કે તેઓએ કેવી રીતે વિમાનને ક્રેશ થતાં બચાવ્યું હતું અને મોતને મ્હાત આપી હતી. જોકે, આવું પ્રથમ વખત નથી જ્યારે તેઓએ કોઈ રોચક કિસ્સો કહ્યો હોય. આ પહેલા પણ તેઓ આવા કિસ્સા લોકોને જણાવતા રહ્યા છે.
રતન ટાટાના કહેવા પ્રમાણે 17 વર્ષની ઉંમરમાં તેઓ કૉલેજમાં હતા. વિમાન ઉડાવવા માટે પાયલટ લાઇસન્સ મેળવવું પડે છે, ત્યારે 17 વર્ષને વિમાન ઉડાવવાનું લાઇસન્સ મેળવવાની કાયદેસરની ઉંમર માનવામાં આવતી હતી. તેમણે જણાવ્યું કે એ વખતે તેમના માટે એવું શક્ય ન હતું કે તેઓ વિમાન ઉડાવવાની પ્રેક્ટિસ માટે દર વખતે વિમાન ભાડા પર મેળવે. તેમણે પોતાની આ સમસ્યા અંગે તેમના મિત્રને વાત કરી હતી. તેનો મિત્ર પણ વિમાન ઉડાવવાનું શીખી રહ્યો હતો. રતન ટાટાએ તેમને કહ્યું કે જો પ્લેન ઉડાવવું હોય તો ભાડાની અમુક રકમ હું તમને આપીશ. તેઓ હંમેશા આ પ્રકારની મદદ માટે તૈયાર રહેતા હતા.
જે બાદમાં રતન ટાટાએ વિચારવાનું શરૂ કર્યું કે તેઓ વિમાનને કેવી રીતે સુરક્ષિત નીચે ઉતારી શકે. જે બાદમાં તેઓ વિમાનને જમીન પર ઉતારવામાં સફળ રહ્યા હતા. રતન ટાટાએ જણાવ્યું કે મનુષ્યએ મુશ્કેલ ઘડીમાં શાંતિથી કામ લેવું જોઈએ. આવી રીતે તેઓ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. આમ રતન ટાટાએ પોતાનો અને પોતાના મિત્રોનો જીવ પણ બચાવ્યો હતો. જો તેઓ ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય લઇ લેતા તો પ્લેન ક્રેશ થવાની શક્યતા હતી.