Home » photogallery » બિઝનેસ » 15 હજાર કરોડનો દાવ રમીને રાજીવ જૈનને લાગી લોટરી, બે દિવસમાં 3100 કરોડનો ફાયદો

15 હજાર કરોડનો દાવ રમીને રાજીવ જૈનને લાગી લોટરી, બે દિવસમાં 3100 કરોડનો ફાયદો

Adani Group GQG Partners Investment: અદાણી ગ્રુપના શેર્સમાં ગત સપ્તાહમાં ખૂબ જ તેજી જોવા મળી હતી. જેનો સૌથી વધુ ફાયદો આ ગ્રુપ્સના ચાર શેર્સમાં 15 હજાર કરોડની બ્લોક ડિલ્સ કરનારા GQG પાર્ટનર્સના રાજીવ જૈનને બે દિવસમાં 3100 કરોડનો તગડો ફાયદો થયો છે.

  • 17

    15 હજાર કરોડનો દાવ રમીને રાજીવ જૈનને લાગી લોટરી, બે દિવસમાં 3100 કરોડનો ફાયદો

    નવી દિલ્હી: અનુભવી NRI રોકાણકાર રાજીવ જૈનના નેતૃત્વમાં GQG પાર્ટનર્સે તાજેતરમાં અદાણી ગ્રૂપના શેર પર બોલ્ડ દાવ લગાવ્યો હતો. GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપના જુદા જુદા ચાર શેરમાં રૂ. 15,446 કરોડનું રોકાણ એવા સમયે કર્યું જ્યારે મોટાભાગની કંપનીઓના શેરમાં સતત વેચાણ જોવા મળી રહ્યું હતું.

    MORE
    GALLERIES

  • 27

    15 હજાર કરોડનો દાવ રમીને રાજીવ જૈનને લાગી લોટરી, બે દિવસમાં 3100 કરોડનો ફાયદો

    જોકે આ દાવ રમીને આજે તેમની કંપનીને મોટો ફાયદો થોય છે. જૈનની કંપનીનો દાવ સાચો સાબિત થયો અને GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં રોકાણ કરીને બે દિવસમાં 20 ટકા અથવા રૂ. 3,100 કરોડથી વધુનું વળતર મેળવ્યું. મહત્વનું છે કે તેમના રોકાણ પછી અદાણી ગ્રુપ્સના તમામ શેર્સમાં ભારે તેજી જોવા મળી હતી અને જેના કારણે ઘણા સમય પછી ભારતીય બજારોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

    MORE
    GALLERIES

  • 37

    15 હજાર કરોડનો દાવ રમીને રાજીવ જૈનને લાગી લોટરી, બે દિવસમાં 3100 કરોડનો ફાયદો

    GQG Partners ને આટલો નફોઃ અદાણી ગ્રુપના ચાર શેરો અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં જૈનના રોકાણનું બજાર મૂલ્ય વધીને રૂ. 18,548 કરોડ થયું છે. આ રીતે, GQG પાર્ટનર્સે રૂ. 3,102 કરોડનો વૈચારિક નફો મેળવ્યો છે.

    MORE
    GALLERIES

  • 47

    15 હજાર કરોડનો દાવ રમીને રાજીવ જૈનને લાગી લોટરી, બે દિવસમાં 3100 કરોડનો ફાયદો

    હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી અદાણી ગ્રુપના શેર્સમાં એક મહિના સુધી ભારે અફરાતફરી રહી અને મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ GQG પાર્ટનર્સે અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળની ચાર કંપનીઓમાં રોકણનો દાવ રમ્યો હતો. તેમણે તેજીની આશા સાથે ખૂબ જ નીચી કિંમતે આ શેર્સમાં ભારે ખરીદી કરી હતી.

    MORE
    GALLERIES

  • 57

    15 હજાર કરોડનો દાવ રમીને રાજીવ જૈનને લાગી લોટરી, બે દિવસમાં 3100 કરોડનો ફાયદો

    અદાણી એન્ટરપ્રાઇઝમાં રોકાણથી મોટો ફાયદોઃ જૈને ગુરુવારે 1410.86 રૂપિયા પ્રતિ શેરના દરે બ્લોક ડીલ દ્વારા અદાણી એન્ટરપ્રાઈઝના શેર ખરીદ્યા હતા. ત્યારથી, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 33 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ રીતે, તેમણે માત્ર આ નિફ્ટી સ્ટોકમાંથી રૂ. 1,813 કરોડ મેળવ્યા છે.

    MORE
    GALLERIES

  • 67

    15 હજાર કરોડનો દાવ રમીને રાજીવ જૈનને લાગી લોટરી, બે દિવસમાં 3100 કરોડનો ફાયદો

    આ ઉપરાંત GQG પાર્ટનર્સે અદાણી પોર્ટ્સ (Adani Ports)ના શેર રૂ. 596.2 પ્રતિ શેર, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) ના શેર રૂ. 504.6 પ્રતિ શેર અને અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) ના શેર રૂ. 668.4 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. આ તમામ શેર્સમાં ગત સપ્તાહની તેજીથી તેમણે મોટી કમાણી થઈ છે.

    MORE
    GALLERIES

  • 77

    15 હજાર કરોડનો દાવ રમીને રાજીવ જૈનને લાગી લોટરી, બે દિવસમાં 3100 કરોડનો ફાયદો

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES