

અંગ્રેજોના સમયથી ચાલતી એક પ્રથાને મોદી સરકાર બંધ કરવા જઇ રહી છે. રેલવે મંત્રાલય (Ministry Of Railway)એ સાહેબોના માટે બંગલો પિયૂન (Bungalow Peon) કે ટેલિફોન અટેંડેંટ કમ ડાક ખાલસી (TADK) માં હવે નવી ભરતી નહીં થાય અને આવનારા સમયમાં હવે તેમને આ સુવિધા નહીં મળે. આ વાત રેલવે મંત્રાલયે તત્કાલીન પ્રભાવથી લાગુ કર્યો છે. રેલવે બોર્ડે કાલે જ એક ચિઠ્ઠી જાહેર કરીને તમામ જોનલ રેલવે જીએમને આ અંગે જાણકારી આપી હતી.


રેલવે અધિકારીઓના ઘરના કામ કરવા માટે આ એક 24 કલાકના નોકરની નોકરી હોય છે. તેને રેલવે બોર્ડ અને ઉત્તર રેલવેમાં ટેલિફોન અટેંડેંટ કમ ડાક ખાલસી કહેવાય છે. પૂર્વ રેલવે અને અન્ય કેટલાક જોનલ રેલવેમાં તેને બંગલો પિયૂન કહેવાય છે. આ ભર્તી માટે કોઇ પરીક્ષાની જરૂર નથી હોતી. રેલ અધિકારી જેને ઇચ્છે તેને નોકરી પર રાખી શકે છે. અને પછી તે રેલવે કર્મચારી બને સાહેબના બંગ્લાના ધરેલુ કામ કરે છે.


સામાન્ય રીતે તેને 3 વર્ષ સુધી આ કામ મળે છે. તે પછી તેને રેલવેની ઓફિસ, ઓપન લાઇન કે વર્કશોરમાં તેનાત કરવામાં આવે છે. અને બીજા કોઇ વ્યક્તિને બંગ્લો પિયૂન તરીકે નોકરી મળી જાય છે.


આઇએએસ પદને સૌથી પાવરફુલ માનવામાં આવે છે પણ બંગલો પિયૂનની સુવિધા તેમને પણ નથી મળતી. કદાચ આજ કારણે રેલવે અધિકારીઓને મળતી આ સુવિધા બંધ થશે. પાંચમાં કમીશનથી જ આ મામલે ટિપ્પણી આવી રહી હતી. પણ રેલવે અધિકારીઓના લોબિયિંગના કારણે આ સુવિધા હજી સુધી બચી ગઇ હતી.


રેલવેમાં ફિલ્ડમાં હાજર સીનિયર લેવલના અધિકારીઓથી લઇને ડિવિઝનમાં તેનાત જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (JAG)ના અધિકારીઓને આ સુવિધા મળે છે. તે પછી જેવું તેમનું ટ્રાંસફર થાય છે નવા બંગ્લો પિયૂન આવી જાણ છે. આમ તો કોઇ અધિકારી 5 વર્ષ સુધી રહે તો દર ત્રણ વર્ષે તેને કોઇ બીજા વ્યક્તિની ભર્તી કરવાની હોય છે.