એક્ટર રાહુલ બોઝે ચંદીગઢની એક 5 સ્ટાર હોટલમાં 2 કેળાનું બિલ સોશિયલ મીડિયા પર મૂક્યું હતું. જે પછી આ વાતને લઇને ભારે ટ્રેન્ડ થયું હતું. રાહુલે ટ્વિટમાં કહ્યું હતું કે બે કેળા માટે તેમને 442 રૂપિયા આપવા પડ્યા. જે પછી સરકારી વિભાગ હોટલને દંડ પણ લગાવવામાં આવ્યો હતો. જો કે આ તમામની વચ્ચે અલગ અલગ કંપીઓએ કેળાનું ઉદાહરણ આપી રસપ્રદ રીતે તેમનું પ્રમોશન કર્યું હતું.