કેન્દ્રની મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં ટેક્સ સુધારાને લઇને અનેક મહત્વના પગલા લીધા છે. ગત વર્ષે કોર્પોરેટ ટેક્સમાં 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો હતો. એક્સપર્ટ જણાવે છે કે ટેક્સ રિફોર્મ્સમાં દરો ઘટાડવા અને પ્રત્યક્ષ ટેક્સ કાનૂનોને સરળ બનાવવા પર સરકારનું ભાર મૂકી રહી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબીડીટીએ હાલના વર્ષોમાં પ્રત્યક્ષ કરોમાં અનેક મોટો ટેક્સ સુધાર કર્યા છે. ગત વર્ષે કોર્પોરેટ ટેક્સ દર 30 ટકાથી ઘટીને 22 ટકા કરવામાં આવ્યો. સાથે જ નવા વિનિર્માણ એકમો માટે આ દરમાં વધુ ઘટાડીને 15 ટકા કર આપવામાં આવ્યો છે.
ડિવિડેંટ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ હટાવવામાં આવ્ય છે. 1 ફેબ્રુઆરીએ રજૂ આ બેજટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ડિવિડેંટ ડિસ્ટીબ્યૂશન ટેક્સ હટાવ્યો છે. હાલ નાણાંકીય વર્ષમાં ટેક્સના નિયમો પૂરી રીતે બદલવામાં આવ્યા છે. અને કંપનીઓને ડિવિડેંટ ડિસ્ટીબ્યૂશન ટેક્સ નહીં આપવો પડે. તેને બજેટમાંથી નીકાળવામાં આવ્યો છે. પણ આ ટેક્સ હવે તમારાથી લેવામાં આવશે. સરળ શબ્દોમાં તમારા કુલ પગારમાં તેને જોડવામાં આવ્યો છે. આ પ સ્લેબના હિસાબે ટેક્સ ચુકાવવો પડશે.
મહામારીના વચ્ચે ટેક્સપેયર્સને થોડા દિવસની રાહત આપવા માટે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે હાલમાં નાણાંકીય વર્ષ 19 માટે આયકર રિટર્ન દાખલ કરવાની સીમા વધારી છે. જે લોકો નાણાંકીય વર્ષ 2018-19 માટે આઇટીઆર દાખલ નથી કરે તે હવે સપ્ટેમ્બર 2020 સુધી ઓનલાઇન આ કરી શકશે. આ પહેલા સરકારે અનેક અવસર પર નાણાંકીય વર્ષ 2018-19 માટે આયકર રિટર્ન દાખીલ કરવાની સમય સીમા વધારી હતી. પહેલા ઓરિજનલ સમય સીમા 31 માર્ચ 2020 થી 30 જૂન અને પછી 31 જુલાઇ 2020 સુધી હતી.