ટ્રાન્સેન્ડ કન્સલ્ટેન્ટ્સના કાર્તિક ઝવેરીએ કહ્યું, જ્યારે તમે તમારા પીપીએફ એકાઉન્ટનો વિસ્તાર કરતા હોય ત્યારે તમારે રોકાણ માટે એક વિકલ્પ સાથે વિસ્તાર કરવો જોઇએ. તેનાથી તમને પીપીએફ મેચ્યોરિટીની રકમ અને નવા રોકાણ બંને પર વ્યાજ મળશે. જો કોઇ વ્યક્તિ આમ કરે તો રીટાયરમેન્ટ સમયે પોતાના પીપીએફ એકાઉન્ટમાં એક કરોડથી વધુ જમા કરી શકે છે.
આ રીતે સમજો ગણતરી- જો કોઇ પગારદાર વ્યક્તિ 30 વર્ષની ઉઁમરે પીપીએફ એકાઉન્ટ ખોલે છે અને 3 વખત પોતાના એકાઉન્ટનો વિસ્તાર કરે છે તો તે સ્થિતિમાં 30 વર્ષ સુધી પીપીએફ એકાઉન્ટમાં રોકાણની તક મળશે. માની લો કે રોકાણકાર કોઇના પીપીએફ એકાઉન્ટમાં દર વર્ષે રૂ. 1.50 લાખનું રોકાણ કરે છે, તો રોકાણના 30 વર્ષ બાદ મેચ્યોરિટીની રકમ રૂ. 1,54,,50,911 અથવા લગભગ રૂ. 1.54 કરોડ થશે.
જમા કરી શકો છો વાર્ષિક રૂ.1.5 લાખ - રોકાણકારો કોઇ પણ નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં 100 રૂપિયા જમા કરાવીને પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે. જોકે, કોઇને પોતાના પીપીએફ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 500 રૂપિયા દર વર્ષે જમા કરાવવા ફરજીયાત છે. પીપીએફ એકાઉન્ટમાં 15 વર્ષનો લોક ઇન સમયગાળો હોય છે, જેમાં એક પગારદાર વ્યક્તિ એક નાણાકિય વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધી જમા કરી શકે છે.