

powerful indian women in forbes 2020 listભારતીય મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની આવડત અને હુનર બતાવતી આવી છે. પછી તે રાજકારણ હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય કે વ્યાપાર. ભારતીય મહિલાઓની બોલબાલા ફક્ત ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. દુનિયાની સૌથી પાવરફૂલ 100 મહિલાઓની યાદીમાં ચાર ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે. તો વિશ્વમાં ભારતને ગૌરવ અપાવનાર આ ચાર મહિલાઓ કોણ છે તે જાણી લઈએ.


નિર્મલા સિતારમણ - 30 દેશો જેમા સામેલ છે તે આ 17મી વાર્ષિક યાદીમાં 41મું સ્થાન મેળવ્યું છે આપણા નાણામંત્રી નિર્મલા સિતારમણે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સંરક્ષણ મંત્રી અને બીજા કાર્યકાળમાં નાણામંત્રી બનેલા સિતારમણે અનેક પડકારોનો સામનો કર્યો અને ઘણાં આકરા નિર્ણયો પણ લીધા છે. ઇન્દિરા ગાંધી પછી તેઓ ભારતના બીજા મહિલા નાણામંત્રી છે. 2008થી તેઓ ભાજપ સાથે જોડાયા અને આ પહેલા તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ સેવા આપી ચુક્યા છે.


રોશની નદાર મલહોત્રા - એચસીએલ ટેક્નોલોજીઝના ચેરપર્સન અને જાણીતા બિઝનેસ વુમન રોશની મલ્હોત્રાએ યાદીમાં 55મું સ્થાન મેળવ્યું છે. તેઓ ભારતમાં લિસ્ટેડ આઈટી કંપનીને લીડ કરનારા પ્રથમ મહિલા છે. એસચીએલના સ્થાપક શિવ નડારના તેઓ એકમાત્ર સંતાન છે. તેઓ શિવ નદાર ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે અને તેમણે ભારતની અનેક ટોપ કોલેજ અને સ્કૂલ સ્થાપી છે.


કિરણ મજુમદાર શો - બેંગ્લોર સ્થિત બાયો ટેક્નોલોજી કંપની બાયોકોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કિરણે આ યાદીમાં 68મું સ્થાન મેળવ્યું છે. તેઓ આઇઆઇએમ બેંગ્લોરના ચેરપર્સન પણ રહી ચુક્યા છે. ફોર્બ્સે તેમને ભારતના રિચેસ્ટ સેલ્ફમેડ મહિલા ગણાવ્યા છે. સાયન્સ અને કેમેસ્ટ્રીમાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે 2014માં તેમને એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેમના માતા-પિતા ગુજરાતી છે અને તેમણે બેંગ્લોરમાં શિક્ષણ લીધુ છે.