Home » photogallery » બિઝનેસ » Post Office Scheme: 5 વર્ષમાં બની જશે લાખોનું ફંડ, આ સ્કિમમાં દર મહિને માત્ર કરો રૂ. 100ની બચત

Post Office Scheme: 5 વર્ષમાં બની જશે લાખોનું ફંડ, આ સ્કિમમાં દર મહિને માત્ર કરો રૂ. 100ની બચત

Post Office Saving Schemes: જો દરરોજ નાની બચતને આદત બનાવીને સરકારી યોજનાઓમાં રોકાણ કરવામાં આવે તો કોઈપણ જોખમ વિના ગેરંટી સાથે મોટું ફંડ બનાવી શકાય છે. આવી ઘણી સરકારી યોજનાઓ છે, જેમાં તમે માત્ર 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 17

    Post Office Scheme: 5 વર્ષમાં બની જશે લાખોનું ફંડ, આ સ્કિમમાં દર મહિને માત્ર કરો રૂ. 100ની બચત

    નાની બચત (Small Saving)ને રોજ આદત બનાવી સરકારી યોજનાઓમાં રોકાણ (Invest Money in Govt. Scheme) કરવામાં આવે તો જોખમ વગર ગેરેન્ટેડ ફંડ બનાવી શકાય છે. એવી ઘણી સરકારી યોજનાઓ છે, જેમાં તમે માત્ર 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આવી જ એક યોજના જે જોખમ મુક્ત અને નિશ્ચિત આવક મેળવે છે, તે છે 5 વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ (5-Year Post Office Recurring Deposit Account).

    MORE
    GALLERIES

  • 27

    Post Office Scheme: 5 વર્ષમાં બની જશે લાખોનું ફંડ, આ સ્કિમમાં દર મહિને માત્ર કરો રૂ. 100ની બચત

    જો તમે દરરોજ 100 રૂપિયા બચાવવાનું લક્ષ્ય રાખો છો, તો તમે સરળતાથી મહિનામાં લગભગ 3000 રૂપિયા જમા કરી શકશો. જો તમે આ રકમ દર મહિને પોસ્ટ ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (આરડી)માં જમા કરાવો છો, તો આગામી પાંચ વર્ષમાં આ રકમ 2 લાખ રૂપિયાથી વધુ હશે.

    MORE
    GALLERIES

  • 37

    Post Office Scheme: 5 વર્ષમાં બની જશે લાખોનું ફંડ, આ સ્કિમમાં દર મહિને માત્ર કરો રૂ. 100ની બચત

    1 જાન્યુઆરી, 2023થી પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 5.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. તેમાં વ્યાજનું યોગદાન ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. જો તમે દર મહિને 3000 રૂપિયા જમા કરાવો છો, તો પાંચ વર્ષ (60 મહિના) માં મેચ્યોરિટી પછી તમને લગભગ 2.10 લાખ રૂપિયા મળશે. આમાં વ્યાજની આવક 29 હજારથી વધુ હશે.

    MORE
    GALLERIES

  • 47

    Post Office Scheme: 5 વર્ષમાં બની જશે લાખોનું ફંડ, આ સ્કિમમાં દર મહિને માત્ર કરો રૂ. 100ની બચત

    રૂ. 100ની બચતનો કમાલ- પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં દર મહિને જમા કરાવવાથી મેચ્યોરિટી પર સારો કોર્પસ બને છે. પોસ્ટ ઓફિસની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પોસ્ટ ઓફિસમાં 100 રૂપિયા સાથે આરડી એકાઉન્ટ ખોલી શકાય છે. એકવાર તમે 100 રૂપિયા સાથે ખાતું ખોલાવો છો, પછી તમે 10-10 રૂપિયાના ગુણાંકમાં આગળ જમા કરાવી શકો છો. તેમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.

    MORE
    GALLERIES

  • 57

    Post Office Scheme: 5 વર્ષમાં બની જશે લાખોનું ફંડ, આ સ્કિમમાં દર મહિને માત્ર કરો રૂ. 100ની બચત

    આરડી પર મેળવી શકો છો લોન- પોસ્ટ ઓફિસમાં આરડી એકાઉન્ટ પર કોઇપણ જરૂરિયાતના સમયે લોન લઇ શકો છો. નિયમ મુજબ 12 હપ્તા જમા કરાવ્યા બાદ ખાતામાં જમા રકમના 50 ટકા સુધીની લોન લઈ શકાય છે. લમ્પ સમમાં અથવા હપ્તામાં લોન ચૂકવવાની સુવિધા છે. લોનનો વ્યાજ દર આરડી પર મળતા વ્યાજ કરતા 2 ટકા વધારે હશે. તેમાં નોમિશનની સુવિધા પણ છે.

    MORE
    GALLERIES

  • 67

    Post Office Scheme: 5 વર્ષમાં બની જશે લાખોનું ફંડ, આ સ્કિમમાં દર મહિને માત્ર કરો રૂ. 100ની બચત

    સાથે જ મેચ્યોરિટી બાદ વધુ 5 વર્ષ સુધી આરડી એકાઉન્ટ ચાલુ રાખી શકાશે. સિંગલ ઉપરાંત 3 લોકો સુધી જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી શકાશે. તમે સગીર વયના લોકો માટે ગાર્ડિયન એકાઉન્ટ ખોલી શકો છો. પોસ્ટ ઓફિસની આરડીમાં 3 વર્ષ બાદ પ્રી-મેચ્યોર ક્લોઝ કરી શકાશે.

    MORE
    GALLERIES

  • 77

    Post Office Scheme: 5 વર્ષમાં બની જશે લાખોનું ફંડ, આ સ્કિમમાં દર મહિને માત્ર કરો રૂ. 100ની બચત

    (ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES