નવી દિલ્હી. Post Office savings schemes: સુરક્ષિત રોકાણ કરવા માંગતા લોકો પોસ્ટ ઑફિસની વિવિધ નાની બચત યોજનાઓમાં રોકાણ કરતા હોય છે. સમાજના એક વર્ગ વચ્ચે પોસ્ટ ઑફિસની સ્મૉલ સેવિંગ્સ સ્કીમ્સ ખૂબ જ પ્રચલિત છે. પોસ્ટ ઑફિસની વિવિધ સ્કીમ્સ માટે અલગ અલગ શરતો અને નિયમો હોય છે. એટલે કે ધારો કે તમને પૈસાની જરૂર છે તો અલગ અલગ સ્કીમમાં પૈસા ઉપાડવા માટે અલગ અલગ નિયમ છે. અમુક સ્કીમમાં તમે અમુક સમય સુધી પૈસા ઉપાડી શકતા નથી, જ્યારે અમુક સ્કીમમાંથી તમે ગમે ત્યારે બહાર નીકળી શકો છો. જો તમે પણ પોસ્ટ ઑફિસમાં રોકાણ કરી રાખ્યું છે તો તમારે પણ આ વાતો જાણી લેવી જરૂરી છે.
પીપીએફ એકાઉન્ટ : જો તમે પોસ્ટ ઓફિસમાં પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ એકાઉન્ટ ખોલાવી રાખ્યું છે તો ઓછામાં ઓછા પાંચ વર્ષ બાદ જ તમે તેને બંધ કરાવી શકશો. યાદ રાખો કે પીપીએફ એકાઉન્ટ તમે ત્યારે જ બંધ કરાવી શકો છો જો તમને કોઈ ગંભીર બીમારી હોય, ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂરિયા હોય અથવા તમે એક એનઆરઆઈ છો.