નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસમાં (Post office) અનેક એવી સ્કીમ્સ (Schemes) છે જે તમને લાખોપતિ કે કરોડપતિ બનાવી શકે છે. પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝીટ (Recurring deposit) એક આવી જ સ્કીમ છે. જ્યાં તમે તમારા ખર્ચના પૈસા બચાવીને લાખો રૂપિયા બનાવી શકો છો. આમાં તમારા જમા પૈસા ઉપર નિશ્વિત વ્યાજ તો મળે જ છે સાથે સાથે પૈસા પણ સુરક્ષિત રહેશે. કારણ કે પોસ્ટ ઓફિસની ડિપોઝીટ ઉપર ભારત સરકારની (Indian Government) સોવરેન ગેરંટી હોય છે. જ્યારે બેન્કોમાં જમા પૈસામાં વધુમાં વધુ 5 લાખ રૂપિયા જ સુરક્ષિત રહે છે. આવી રીતે દર મહિને નાની બચત કરીને લાખોનું ફંડ તૈયાર કરી શકો છો.
સ્કીમની ખાસિયતઃ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટમાં સિંગલ એકાઉન્ટ અને જોઈન્ટ એકાઉન્ટ બંનેની સુવિધા છે. જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ ત્રણ સગીરના નામનો સમાવેશ થઈ શકે છે. 10 વર્ષથી ઉપરના ઉંમરના બાળકોના ખાતા પણ અભિભાવક પોતાની દેખરેખમાં ખાતું ખોલાવી શકે છે. આરડી મેચ્યોરિટી પાંચ વર્ષની હોય છે. પરંતુ મેચ્યોરિટી પહેલા અરજી આપીને આને આગામી 5-5 વર્ષ માટે વધારી શકો છો.