

જો કોઈને સૌથી વધારે ખોટ કરતી સરકારી સંસ્થા વિશે પૂછવામાં આવે તો, લગભગ લોકો બીએસએનએલ અને એરઈન્ડીયાનું નામ સૌથી ઉપર જણાવશે. પરંતુ, એવું નથી આ બંનેથી પણ વધારે ખોટ કરતી કંપની ઈન્ડિયા પોસ્ટ છે. ગત નાણાકીય વર્ષ 2018-19ના આંકડા પર નજર કરીએ તો, ચેલ્લા કેટલાક વર્ષમાં ઈન્ડિયા પોસ્ટની આવક અને ખર્ચ વચ્ચેનું અંતર ઘણુ વધારે થઈ ગયું છે. નાણાંકીય વર્ષ 2018-19 દરમ્યાન તેની કોટ 15000 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે. આગળની સ્લાઈડમાં જાણીએ એવું શું થયું.


ઈન્ડિયા પોસ્ટની વાર્ષિક ખોટ સૌથી વધારે ખોટ સહન કરી રહેલી સરકારી કંપની બીએસએનએલ અને એર ઈન્ડિયાની ખોટ કરતા પણ આગળ નીકળી ચુકી છે. નાણાંકીય વર્ષ 2017-18માં બીએસએનએલની ખોટ 8000 રૂપિયા અને એર ઈન્ડિયાની 5340 કરોડ રૂપિયા નોંધવામાં આવી છે.


ખોટમાં ચાલી રહેલી અન્ય સરકારી કંપનીઓની જેમ ઈન્ડિયા પોસ્ટના ફાયનાન્સિસ હાઈ સેલરી અને એલાઉન્સના કારણે ઘણી ઓછી થઈ ચુકી છે. આ વખતે ઈન્ડિયા પોસ્ટમાં સેલરી અને એલાઉન્સની કોસ્ટ રેવન્યૂના 90 ટકાથી વધારે છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કરવામાં આવી રહેલા વધારાના કારણે ઈન્ડિયા પોસ્ટમાં સેલરીનું સ્તર વધી રહ્યું છે. જ્યારે પોસ્ટલ સર્વિસિસ એટલે કે ડાક સેવાઓથી આવતા રેવન્યૂમાં સળંગ ઘટાડો નોંધાઈ રહ્યો છે.


નાણાંકીય વર્ષ 2018-19માં રિવાઈઝ્ડ એસ્ટિમેટ અનુસાર, ઈન્ડિયા પોસ્ટના પે અને એલાઉન્સનો ખર્ચ 16620 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે રેવન્યૂ 18000 કરોડ રૂપિયા રહ્યું. જો આમાં 9782 કરોડ રૂપિયાના પેન્શનનો ખર્ચ પણ જોડી દેવામાં આવે તો, ગત નાણાંકીય વર્ષમાં માત્ર એમ્પ્લોઈ કોસ્ટ(ખર્ચ) 26400 કરોડ રૂપિયા રહ્યો. આ કુલ પ્રાપ્તિથી લગભગ 50 ટકા વધારે છે.