રોકાણકારો તેમના ઉદ્દેશોના આધારે સરકાર સમર્થિત પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ (Post Office Saving Schemes) હેઠળ વિવિધ માધ્યમોમાંથી પસંદગી કરી શકે છે. પરંતુ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (Bank Fixed Deposit) દ્વારા ઓફર કરવામાં આવતા વળતર કરતા વધારે વળતર મેળવવા માંગતા લોકો પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ (Post Office Fixed Deposit) અથવા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (National Saving Certificate) પર રોકાણ શકે છે. હકીકતમાં આ બંને પ્રોડક્ટ્સ ખાતરીપૂર્વક વ્યાજની ચુકવણી અને કેપિટલ સેફ્ટી ઓફર (Capital Safety) કરે છે, જે લિક્વિડીટી, રીટર્ન અને ટેક્સ-એફિશિયન્ટ રોકાણ વિકલ્પો મેળવવા માંગતા રોકાણકારો માટે શ્રેષ્ઠ છે. રોકાણકારોને અંતિમ પસંદગી કરતા પહેલા પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અને એનએસસી બંનેના ફાયદા અને ખામીઓ (benefits and drawbacks of NSC) વિશે જાણ હોવી જોઈએ.
બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટની જેમ જ પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ (ટીડી) ગેરેન્ટેડ રિટર્ન આપે છે. પોસ્ટ ઓફિસની એફડી માટે ઓછામાં ઓછી રૂ. 1000 ડિપોઝિટની જરૂર પડે છે અને તેમાં કોઈ મહત્તમ ડિપોઝિટની રકમ હોતી નથી. સ્કિમ અનુસાર, વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે ,પરંતુ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે અને ખાતાના પ્રકારોમાં એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષની મેચ્યોરિટી હોય છે. 1961ના આવકવેરા કાયદાની કલમ 80સી 5 વર્ષની ટીડી હેઠળ કરવામાં આવેલા રોકાણને લાગુ પડે છે, જે દર નાણાંકીય વર્ષમાં રૂ. 1.5 લાખ સુધીની કર કપાતની મંજૂરી આપે છે.
જે રોકાણકારો એક વર્ષ માટે પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ ખોલે છે તેમને દર વર્ષે 6.6 ટકાનો વ્યાજ દર મળી શકે છે. બે વર્ષ માટે ખોલવામાં આવેલા ખાતાઓ માટે 6.8%, ત્રણ વર્ષ માટે ખોલવામાં આવેલા ખાતાઓ માટે 6.9% અને પાંચ વર્ષ સુધી ખોલવામાં આવેલા ખાતા માટે વધુમાં વધુ 7 ટકા રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ્સમાં પ્રિમેચ્યોર ઉપાડના વિકલ્પો ઉપલબ્ધ છે અને થાપણદારો તેમના એકાઉન્ટ્સ મેચ્યોર થયા પછી તેમના એકાઉન્ટ્સને એક્સ્ટેન્ડ કરવાનું પણ પસંદ કરી શકે છે. રોકાણકાર દ્વારા ગમે તેટલા ખાતા બનાવવામાં આવી શકે છે અને લોન માટે અરજી કરતી વખતે પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ્સ પણ ગીરવે મૂકવામાં આવી શકે છે.
પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટની જેમ જ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પણ 5 વર્ષનો સમયગાળો અને 7.0 ટકાના સમાન વ્યાજ દર સાથે આવે છે, જે વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે, પરંતુ મેચ્યોરિટી પર ચૂકવવાપાત્ર છે. 5 વર્ષનું NSC ખાતું ખોલાવવા માટે લઘુત્તમ રૂ. 1000 જમા કરાવવી જરૂરી છે અને રૂ. 100ના ગુણાંકમાં ડિપોઝિટ કરી શકાય છે, જેમાં કોઈ મહત્તમ મર્યાદા નથી.
જેના કારણે પાંચ વર્ષ બાદ 1000 રૂપિયા વધીને 1403 રૂપિયા થઈ જશે. આ યોજના હેઠળ ગમે તેટલાં ખાતાં બનાવી શકાય અને પોસ્ટ ઑફિસની ફિક્સ્ડ ડિપોઝિટ જેવી ડિપોઝિટ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ વાર્ષિક રૂ.1.5 લાખ સુધીની રકમ કરકપાતને પાત્ર છે. જમા થવાની તારીખથી પાંચ વર્ષ પછી ખાતું મેચ્યોર થશે. જો કે, ખાતાધારકના મૃત્યુ પર તે સમયગાળા પહેલા ખાતું અકાળે બંધ થઈ શકે છે. NSC લોન અરજી કરવાની બાંયધરી આપી શકે છે અને જ્યારે ખાતાધારકનું અવસાન થાય છે ત્યારે તે સંયુક્ત ધારકોને અથવા નોમિની / કાનૂની વારસદારોને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિને ટ્રાન્સફર પણ થઈ શકે છે.
ફિનટુના સ્થાપક સીએ મનીષ પી હિંગરે જણાવ્યું હતું કે, "એનએસસી એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ છે, જ્યાં 5 વર્ષની નિશ્ચિત મુદત રોકાણ માટે કરવામાં આવે છે અને વ્યાજ વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે, પરંતુ 5 વર્ષના કાર્યકાળના અંતે ચૂકવવામાં આવે છે. એનએસસી અને 5 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ બંને માટે વર્તમાન વ્યાજ દર 7 ટકા છે. કર લાભની દૃષ્ટિએ બંને આવકવેરા કાયદા મુજબ રૂ.1.5 લાખ સુધીની 80C કપાત હેઠળ મળવાપાત્ર છે. જો કે, નોંધનીય છે કે ઉલ્લેખિત બંને પરના વ્યાજ પર વ્યક્તિના ટેક્સ સ્લેબ દર મુજબ ટેક્સ લાગે છે. આપને જણાવી દઇએ કે, એનએસસીનો ઉપયોગ બેંકો પાસેથી લોન મેળવવા માટે કોલેટરલ તરીકે પણ થઈ શકે છે."
વધુમાં તેમણે જણાવ્યું કે, "જો કે બંને વિકલ્પો કેપિટલ પ્રોટેક્શન અને કર બચત સાથે નિશ્ચિત વળતર મેળવવા માંગતા કન્ઝર્વેટીવ રોકાણકારો માટે યોગ્ય છે, એનએસસીને એક વધારાનો ફાયદો છે, જ્યાં મળેલ વ્યાજનું એનએસસીમાં ફરીથી રોકાણ કરવામાં આવે છે અને તેથી ફરીથી રોકાણ કરેલી વ્યાજની રકમ પણ આગામી વર્ષો માટે કલમ 80સી હેઠળ કપાત માટે પાત્ર બને છે. તે એનએસસીને પોસ્ટ ઓફિસ એફડી કરતા વધુ સારો વિકલ્પ બનાવે છે.