

રોકાણ માટે પોસ્ટ ઓફિસની સ્કીમ હંમેશાં ઇન્વેસ્ટમેન્ટ માટે સારો વિકલ્પ રહી છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક વિશેષ યોજના વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં સામાન્ય ખાતાની સામે વધારે વળતર પ્રાપ્ત થાય છે અને ટેક્સમાં છૂટ પણ આપવામાં આવે છે.


નિષ્ણાતો કહે છે કે વધારે રિટર્ન હંમેશા ઉચ્ચ જોખમવાળા સ્થળોએ જ મળે છે, પરંતુ દરેક લોકો આવા જોખમો ઉઠાવી શકતા નથી. હવે સવાલ એ ઉભો થાય છે કે અત્યારે આવી તક ક્યાં છે?


નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એક નાની બચત યોજના છે. તે પોસ્ટ ઓફિસ ચલાવે છે. એનએસસી સાથે જોડાયેલી સારી બાબત એ છે કે તમે ફક્ત 100 રૂપિયા જ રોકાણ કરી શકો છો. જેમ 100, 500, 2000 ની નોટો હોય છે તેમ એ પ્રકારે એનએસસીના પ્રમાણપત્રો પણ 100, 500, 1000, 5000 ના પ્રમાણપત્રો મળે છે. તેમાં રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. તમે તમારી ક્ષમતા અનુસાર એનએસસી ખરીદી શકો છો. હાલમાં બચત બેંક ખાતા પર 4 ટકા વ્યાજ મળે છે. એનએસસીમાં 7.9 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.


ખાસ વાત એ છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે, એટલે કે સગીર બાળકોને પણ આ યોજનાનો લાભ મળશે. આ માટે તેમના માતાપિતાએ 18 વર્ષથી નીચેના બાળકોના નામ પર રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર ખરીદવું પડશે. સંયુક્ત યોજના દ્વારા બે પુખ્ત વયના લોકો પણ તેમાં રોકાણ કરી શકે છે.