

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉન વચ્ચે દેશની બીજી સૌથી મોટી બેન્ક પીએનબી (PNB-Punjab National Bank)એ પોતાના કોરોડ ગ્રાહકોને એક સાયબર અટેક અંગની ચેતવણી આપી છે. પીએનબીના એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહકોએ ધ્યાન આપ્યું નહીં તો બેન્કમાં રાખેલા પૈસા ગાયબ થઈ જશે. પીએનબીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને અને વ્યક્તિગત સંદેશ આપીને અનેક શહેરોમાં ગ્રાહકોને નકલી ઈમેઈલથી બચવાની સલાહ આપી છે. આ પહેલા ભારત સરકારની એક એડવાઈઝરી ઈસ્યૂ કરીને મોટા સાયબર અટેકની આશંકા વ્યક્ત કરી હતી. સામાન્ય લોકો અને સંસ્થાઓને ચેતવ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


એક મેસેજ ખાલી કરી શકે છે તમારું બેન્ક ખાતુંઃ પીએનબીએ ટ્વીટ અને વેબાસાઈટ ઉપર પોતાના ગ્રાહકોને કહ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે દેશમાં અનેક શહેરોમાં મોટો સાયબર અટેક થવાનો છે. (પ્રતિકાત્મક તસવીર)


તમારી પાસે મફત કોવિડ-19 ટેસ્ટિંગ (Free Covid-19 Testing) અંગે ઈમેઈલ એડ્રેસ ncov2019@gov.inથી આવનારા કોઈપણ ઈમેઈલ ઉપર ક્લિક ન કરો. (પ્રતિકાત્મક તસવીર)


ફ્રોડ કરનાર અપનાવી રહ્યા છે આવી ખાસ રીતઃ પીએેનબીનું કહેવું છે કે હેકર્સ (Hackers)ને લાખો ભારતીયોનું ઈમેઈલ એડ્રેસ મેળવી લીધું છે. જેના ઉપર તેઓ ગ્રાહકોને ફ્રી કોરોના ટેસ્ટના નામ ઉપર ઈમેઈલ મોકલીને તેમની વ્યક્તિગત અને બેન્ક સંબંધી જાણકારીઓ (Personal and Bank Details) મેળવવાની કોશિશ કરી રહ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)