ન્યૂઝ18 ગુજરાતી, મોદી સરકાર વચગાળાનુંબજેટ 1 ફેબ્રુઆરી 2019ના દિવસે રજૂ કરશે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. જે 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ નિર્ણય સંસદીય મામલાની કેબિનેટ સમિતિએ લીધો છે. મોદી સરકાર માટે કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે. કોઇપણ સરકારના કાર્યકાળમાં છેલ્લું બજેટ રજૂ થાય છે. પૂર્ણ બજેટ આવનારી સરકાર રજૂ કરે છે. નાણામંત્રી અરુણ જેટલી અંતરિમ બજેટ રજૂ કરશે.