શું તમે વર્ષના અંતમાં રજાઓ ગાળવા માટે બહાર જવાની યોજના બનાવી રહ્યા છો? જો તમે ટ્રાવેલિંગ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી દેવી જોઈએ. જો તમે પણ સસ્તામાં અને શ્રેષ્ઠ ઓફર્સ સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમે તમને અમુક ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ (Travel Credit Card) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે હાલ ડોમેસ્ટિક (Domestic) માટે આકર્ષક બુકિંગ ઓફર (Travel Booking Offers) આપી રહ્યા છે.
ક્રેડિટ કાર્ડથી તમારા ટ્રાવેલ ખર્ચમાં ઘટાડો થાય છે. ક્રેડિટ કાર્ડ બુકિંગની સાથે સાથે લાઉન્જ એક્સેસ, ફ્રી ટીકિટ તથા અન્ય લાભ પણ મળે છે. આટલા બધા ઓપ્શન હોવાની સાથે સાથે કયા ક્રેડિટ કાર્ડની પસંદગી કરવી તે અંગે નક્કી કરી શકાતું નથી. તમારા માટે કયું ક્રેડિટ કાર્ડ સૌથી વધુ યોગ્ય છે, તે અનુસાર તમારે અરજી કરવી જોઈએ. ભારતમાં જ ટ્રાવેલ કરવાનું વિચારી રહેલા લોકોએ ખાસ ક્રેડિટ કાર્ડની પસંદગી કરવી જોઈએ. ભારતમાં ટ્રાવેલ કરવા માગતા લોકોએ કયા ક્રેડિટ કાર્ડની પસંદગી કરવી જોઈએ તે અંગે પૈસાબઝારે અહીંયા વિગતવાર જાણકારી આપી છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઈસીમાયટ્રિપ (EaseMyTrip) ક્રેડિટ કાર્ડ હોટેલ અને ફ્લાઈટ બુકિંગ પર ફ્લેટ 20 ટકા અને 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપે છે. ક્રેડિટ કાર્ડધારકને ટિકીટ બુકિંગ પર રૂ.125ની છૂટ આપવામાં આવે છે. સ્ટેન્ડઅલોન હોટેલ અને એયરલાઈન વેબસાઈટ, એપ અથવા આઉટવેટ પર ટિકીટ બુક કરવાથી પ્રત્યેક રૂ.100 ખર્ચવા પર રિવોર્ડ પણ આપવામાં આવે છે. પ્રતિ ક્વાર્ટરે કોમ્પલીમેન્ટરી ડોમેસ્ટીક લાઉન્જ એક્સેસ પણ આપવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક રૂ.350 ફી ચૂકવવાની રહે છે.
SBI કાર્ડ: IRCTC SBI કાર્ડ રેલ્વે ટિકીટ બુક કરવા પર પ્રિમિયમ ઓફર આપે છે અને એરલાઈન ટિકીટ બુક કરવા માટે 1.8 ટકા સેવિંગનો લાભ આપે છે. દર વર્ષે આઠ ડોમેસ્ટીક રેલ્વે લાઉન્જ એક્સેસ પણ આપે છે. IRCTCની એપ્લિકેશન અથવા વેબસાઈટથી AC કોચ અને ચેયર કારમાં ટિકીટ બુક કરવા પર કાર્ડધારકને રિવોર્ડ પોઈન્ટ તરીકે 10 ટકા રકમ પરત મળે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક રૂ.1,499 ફી ચૂકવવાની રહે છે.
સિટીબેન્ક: સિટી પ્રીમિયર માઈલ્સ ક્રેડિટ કાર્ડ ડોમેસ્ટીક એરપોર્ટ લાઉન્જ એક્સેસ અને પાર્ટનર રેસ્ટોરન્ટમાં 20 ટકાની બચત પ્રદાન કરે છે. એરલાઈન ખર્ચા પર પ્રતિ રૂ.100 ખર્ચવા પર 10 માઈલની ગિફ્ટ મળે છે. એક્યુમ્યુલેટેડ એરમાઈલ્સ ક્યારેય પણ એક્સપાયર થતા નથી. રૂ.1 કરોડ સુધી હવાઈ દુર્ઘટના વીમો પણ આપવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી રૂ.3,000 છે.
એક્સિસ બેન્ક: એક્સિસ વિસ્તારા સિગ્નેચર ગ્રાહકોને કોમ્પલિમેન્ટરી ક્લબ વિસ્તારા સિલ્વર મેમ્બરશીપ અને ખર્ચ કર્યા બાદ જે પણ માઈલસ્ટોન પ્રાપ્ત થાય છે, તેના પર ચાર કોમ્પ્લિમેન્ટરી પ્રિમિયમ ઈકોનોમી ટિકીટ પ્રદાન કરવામાં આવે છે. પ્રતિ રૂ.200 ખર્ચ કરવા પર ચાર ક્લબ વિસ્તારા પોઈન્ટનો લાભ પણ આપવામાં આવે છે. કાર્ડધારકને ભારતના સિલેક્ટેડ એરપોર્ટ પર બે કોમ્પ્લિમેન્ટરી ડોમેસ્ટીક એરપોર્ટ લાઉન્જ એક્સેસ આપવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક રૂ.3,000 ફી ચૂકવવાની રહે છે.
SBI કાર્ડ: એર ઈન્ડિયા SBI સિગ્નેચર કાર્ડ એર ઈન્ડિયા પોર્ટલ અને એપની મદદથી એર ઈન્ડિયાની ટિકીટ બુક કરવામાં આવે તો પ્રત્યેક રૂ.100 ખર્ચના પર 30 રિવોર્ડ પોઈન્ટ મળે છે. એર ઈન્ડિયાની ફ્રિક્વન્ટ ફ્લાયર- ફ્લાઈંગ રિટર્ન્સની કોમ્પ્લિમેન્ટરી મેમ્બરશીપ હોય તો 600 એરપોર્ટ લાઉન્જ કોમ્પલિમેન્ટરી પ્રાયોરિટી પાસ પ્રોગ્રામ સાથે આપવામાં આવે છે. કાર્ડધારકને ભારતમાં ડોમેસ્ટીક વિઝા લાઉન્જમાં પ્રતિ વર્ષ આઠ કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવે છે. આ કાર્ડ પર વાર્ષિક રૂ.4,999 ફી ચૂકવવાની રહે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, તમારા ક્રેડિટ કાર્ડનો સ્માર્ટલી અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. તમારા ક્રેડિટ કાર્ડ પ્રત્યે ડિસીપ્લીન દ્ર્ષ્ટિકોણ રાખવો જરૂરી છે. ક્રેડિટ કાર્ડ માત્ર લિમિટેડ વ્યાજ ફ્રી સમયગાળો આપે છે, કારણ કે, પરિવાર સાથે ટ્રાવેલ કરતા સમયે વધુ ખર્ચો થવાની સંભાવના રહે છે. જો ચૂકવણી કરતા વધુ ખર્ચ કરવામાં આવે અને સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાં ના આવે તો તમારે વર્ષમાં 28-49 ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે.
બેસ્ટ ડોમેસ્ટીક ટ્રાવેલ ક્રેડિટ કાર્ડને શોર્ટલિસ્ટ કરવા માટે પૈસાબઝારે આ સેગમેન્ટમાં તમામ ક્રેડિટ કાર્ડની વિશેષતાઓ જણાવી છે અને તેની સરખામણી કરી છે. ભારતમાં ટ્રાવેલ કરતા યાત્રીકોને ક્રેડિટ કાર્ડ પર શું પ્રાથમિક લાભ થઈ શકે છે, તેના આધાર ક્રેડિટ કાર્ડની પસંદગી કરીને જાણકારી આપવામાં આવી છે. આ તમામ ક્રેડિટ કાર્ડની જાણકારી છેલ્લે 20 ઓક્ટોબર 2022ના રોજ અપડેટ કરવામાં આવી હતી.