ભારતમાં પેટ્રોલની કિંમતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. જેના કારણે તમામ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે ખાણીપીણીની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. આજે અમે તમને ભારત કરતા જે દેશમાં સસ્તું પેટ્રોલ મળી રહ્યું છે તેની માહિતી આપીશું. આપણા પાડોશી દેશ પાકિસ્તાનની જ વાત કરવામાં આવે તો અહીં આપણા કરતા 24 રૂપિયા સસ્તું પેટ્રોલ મળે છે. તો જાણીએ દુનિયાના અન્ય દેશોમાં પેટ્રોલનું શું ભાવ છે.