મુંબઈ: પરિવારના સભ્યનું અવસાન (Death) આઘાતજનક હોય છે. પણ હકીકત સ્વીકારીને જીવન જીવવાનું ચાલુ રાખવું પડે છે. અવસાન બાદ તમારા કાયદેસર વારસદારોને તમારી સંપત્તિ (Property) સરળતાથી મળી શકે તેવી ગોઠવણ કરી શકાય છે. તેમ છતાં કેટલાક એવા પાસા પણ છે જે ધ્યાન બહાર રહી જતા હોય છે. કોઈ પણ વ્યક્તિના મોતના કેસમાં જો જે તે વ્યક્તિએ પોતાના પરિવારથી અમુક વિગતો છૂપાવી હોય અથવા નાણાકીય વહીવટો (key financial details about you) અંગે માહિતી ન આપી હોય તો તેમના મોત બાદ પરિવારના સભ્યોને કેટલિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં તમને એવી કેટલિક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેની વિગતો તમારા પરિવાર પાસે હોવી જરૂરી છે.
વિલ: વિલ (make will) બનાવીને તમે તમારી નાણાકીય, ભૌતિક અને ડિજિટલ સંપત્તિઓ (Digital property) ફાળવી શકો છો. પણ તમારો પરિવાર તમારી સંપત્તિની શોધમાં ક્યાં જશે? ક્યાં કેટલી સંપત્તિ છે? તેની સંપૂર્ણ માહિતી અમુક લોકો જ આપી શકશે. તમારે તે વિગતો લખી રાખવી પડશે. જેથી અહીં તમારા મહત્વના દસ્તાવેજો કોની પાસે હોઈ શકે, તેને ક્યાં શોધી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.
વકીલ: તમારો કોઈ કેસ ચાલતો હોય કે તમે વકીલની સલાહ લઈ રહ્યા હોવ તો તેનું નામ અને સંપર્ક સહિતની વિગતો લખી રાખવી જોઈએ. કોઈ કેસનો લાઈફટાઈમ નિકાલ થઈ ગયો હોય તો પણ તે ગમે ત્યારે માથું ઊંચકી શકે છે. પરંતુ જો કાનૂની લડત ચાલુ રહી હોય તો તમારા વારસદારોએ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું પડશે. જેથી તમારા વકીલ કોણ છે તે જાણવું તેમને મદદ કરશે. જેથી વકીલની બધી વિગતો સરળતાથી મળી જાય તેવી રીતે હાથવગી રાખો.
ક્રેડિટ-એટીએમ કાર્ડ: ક્રેડિટ કાર્ડ-એટીએમ કાર્ડની યાદી તૈયાર કરો. વ્યક્તિના નિધન પછી ક્રેડિટ કાર્ડ સરેન્ડર કરવું આવશ્યક છે. જો તમારા પરિવારજનને ક્રેડિટ કાર્ડ ન મળે તો તમે સાચવેલી વિગતો તેમને મદદ કરી શકે છે. જો એટીએમ કાર્ડ સરેન્ડર ન થાય કે રદ્દ ન થાય તો તેનો ખોટી રીતે ઉપયોગ થવાનો ભય રહે છે. તમારા એટીએમ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સની યાદી બનાવવાનો પ્રયાસ કરો અને ફાઇલમાં વિગતો લખી રાખો. તમારા અવસાન બાદ તમારા વારસદારો કાર્ડસને ટર્મિનેટ કરે તે જરૂરી છે.