

નવી દિલ્હી : કરોડપતિ બનવાનું સપનું બધાનું હોય છે. કરોડપતિ બનવું એટલું આસાન નથી. ઓછી સેલેરીવાળા માટે આ કોઈ સપનાથી ઓછું નથી. જોકે તેમનું આ સપનું સાકાર થઈ શકે છે. હંમેશા લોકો વિચારે છે કે ઓછા રોકાણથી એટલો ફાયદો નહીં થાય જેટલો લોંગ ટર્મમાં જરૂર હોય પણ તમે જાણો છો કે રોજના 167 રૂપિયા રોકાણ કરીને તમે કરોડપતિ બની શકો છો? જી, હા આ સંભવ છે મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan- SIP) દ્વારા. આવો તમને જણાવીએ આટલા ઓછા રૂપિયામાં કરોડપતિ બનવાનું સપનું કેવી રીતે થશે પુરું? (પ્રતિકાત્મક તસવીર)


SIPમાં લાંબા ગાળા સુધી રોકાણની સલાહ એટલા માટે આપવામાં આવે છે જેથી રોકાણકારોને કમ્પાઉડિંગનો લાભ મળી શકે. જો કોઈ રોકાણકાર 15 થી 20 વર્ષ માટે રોકાણ કરે તો તે અંતિમ સમયમાં રકમમાં વધારો થવાનો રેટ વધારે હોય છે અને તેમાં મોટુ રિટર્ન મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કર્યા પછી જરૂરી છે કે તમે નક્કી સમય સુધી જ રોકાણ કરો. આ રોકાણને તમે જ્યારે ઇચ્છો ત્યારે રોકી શકો છો. આમ કરવાથી કોઇ પેનલ્ટી લાગતી નથી.(પ્રતિકાત્મક તસવીર)


જો તમે રોજના 167 રૂપિયાની બચત કરો છો તો આ મહિનામાં 5000 રૂપિયા થશે. તમે દર મહિને 5000 રૂપિયા સારી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં SIP દ્વારા રોકાણ કરવાનું રહેશે. જો તમારો પોર્ટફોલિયો વાર્ષિક 12 ટકા રિટર્ન આપે છે તો તમે 28 વર્ષમાં 1.4 કરોડથી વધારે કમાઈ શકો છો. 30 વર્ષમાં તમારું રોકાણ 1.8 કરોડ રૂપિયા અને 35 વર્ષમાં 3.24 કરોડ રૂપિયાના માલિક બની શકો છો.(પ્રતિકાત્મક તસવીર)