

મુંબઇના તિલક મહેતાની ઉંમર માત્ર 13 વર્ષ છે પરંતુ મોટો બિઝનેશમેન બનવાની બધી જ ક્ષમતા તેનામાં છે. તે સામાન્ય બાળકોની જેમ જ ધોરણ 8માં અભ્યાસ કરે છે. પરંતુ તેને પોતાના વિચારને વેપારમાં બદલવા માટે એક બેન્કરની નોકરી છોડાવી અને તેમને કંપનીના સીઇઓ બનાવી દીધા. થોડા જ દિવસોમાં તેમની કંપની હિટ થઇ ગઇ


તિલકની કંપની પેપર એન્ડ પાર્સલ નાના પાર્સલની ડિલીવરી કરે છે. તેની કંપનીએ આવનારા 2 વર્ષમાં 100 કરોડની આવકનું લક્ષ્ય રાખ્યું છે. તો જાણીએ તેની કંપની વિશે. ડબ્બાવાળાઓની આ સુવિધાનો લાભ લેવા માટે પેપર્સ એન પાર્સલ્સ એપને એપલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે. ત્યારબાદ તમે એપ મારફત કુરિયરની વિગત અને પિકઅપ ટાઈમ બતાવી શકશો અને પેમેન્ટ પણ કરી શકશો.


કઇ રીતે શરૂ કરી કંપની -<br />13 વર્ષના તિસકે જણાવ્યું કે મને ગયા વર્ષે મુંબઇમાં હું જ્યાં રહું છું તેનાથી દૂર એક વિસ્તારમાંથી થોડા પુસ્તકોની જરૂર પડી. પિતા કામમાંથી થાકેલા ઘરે આવ્યાં એટલે હું તેમને આ કામ અંગે કહી ન શક્યો. તેમના સિવાય બીજુ કોઇ ન હતું જેને હું કંઇ કહી શકું. આ જ વિચારને બિઝનેસ બનાવીને કંપની ઉભી કરી દીધી.


ડબ્બાવાળાની લે છે મદદ<br />તિલકે આ વિચાર એક બેન્કરને જણાવ્યો અને તેને પોતાની નોકરી છોડવા માટે મનાવી લીધા. બિઝનેસ માટે તેમણે ખાવાનું વેચતા ડબ્બાવાળાઓની મદદ લીધી. ડબ્બાવાળા આ કામ માટે 40થી 180 રૂપિયા સુધી લે છે. મુંબઈમાં 5000 જેટલા ડબ્બાવાળાઓનું નેટવર્ક છે. પેપર્સ એન પાર્સલ્સ સ્ટાર્ટઅપ કંપની સાથે હાલ 300 ડબ્બાવાળાઓ રજિસ્ટર થયા છે.


એપ્લિકેશન બનાવી- તિલકે ડબ્બાવાળાઓ માટે પિકઅપ, ડિલિવરી એપ્લિકેશન બનાવી છે. એનું કહેવું છે કે આ કુરિયર સેવા અંતર્ગત ગ્રાહકોને સેમ ડે પિકઅપ અને ડિલિવરીની સુવિધા મળશે.


હવે 100 કરોડની આવક બન્યું લક્ષ્ય -સ્ટાર્ટઅપના મુખ્ય કાર્યકારી અધિકારી ધનશ્યામ પારેખે કહ્યું કે કંપનીનું લક્ષ્ય શહેરની અંદર લોજીસ્ટિક બજારના 20 ટકા ભાગ પર કબ્જો કરવાનો હતું તથા 2020 સુધી 100 કરોડ રૂપિયાનું રેવન્યુ મેળવવાનું છે.